Weekly Lucky Zodiac: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ કે નક્ષત્ર બદલે છે તો તેનો પ્રભાવ બધી જ રાશિ પર પડે છે આ પ્રભાવ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે. 12 મે 2025 થી નવા સપ્તાહની શરૂઆત થઈ છે. આ સપ્તાહમાં 4 શક્તિશાળી ગ્રહ ગોચર કરવાના છે. 4 ગ્રહોના ગોચરના કારણે 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. આ રાશિઓને નોકરી અને કારોબારમાં જબરદસ્ત સફળતા મળવાના યોગ સર્જાઇ શકે છે. અટકેલા કામ પણ પૂરા થઈ શકે છે.
આ પણ વાંચો: દૈનિક રાશિફળ 12 મે 2025: રોજગારી ક્ષેત્રે આવતી અડચણ દૂર થશે, રોકાયેલા નાણા પરત મળશે
સપ્તાહનું ગ્રહ ગોચર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 મે 2025 ના રોજ દેવ ગુરુ બૃહસ્પતિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે તેના બીજા દિવસે એટલે કે 15 મે 2025 ના રોજ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે. આ દિવસે છાયા ગ્રહ રાહુ કુંભ રાશિમાં હશે અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ ચાર ગ્રહોના ગોચરના કારણે 3 રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ સપ્તાહ દરમિયાન આ ત્રણ રાશિના લોકોને દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે.
સપ્તાહની ભાગ્યશાળી રાશિઓ
આ પણ વાંચો: આ સપ્તાહમાં સૂર્ય આપશે સુખ, અપાર ધન લાભ સાથે નોકરીમાં પ્રમોશનના પણ યોગ
મેષ રાશિ
આ સપ્તાહ સફળતા ઓછી ભરપૂર રહેશે. 14 મે 2025 થી સારા સમયની શરૂઆત થઈ જશે. આત્મવિશ્વાસ વધશે. નોકરી અને કારોબારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સંબંધ છે. સપ્તાહના અંતે શુભ સમાચાર મળી શકે છે.
આ પણ વાંચો: શનિ-બુધના દુર્લભ યોગથી 4 રાશિઓને મળશે અપાર ધન, નોકરી-ધંધામાં જબરદસ્ત પ્રગતિ થશે
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ ગોલ્ડન ટાઈમ શરૂ થઈ ગયો છે. આ રાશિના અધિપતિ સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે. આ સપ્તાહ સુખદ સંયોગ ઉભા કરશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. અટકેલા કામ પુરા થશે. માનસિક શાંતિનો અનુભવ થશે.
આ પણ વાંચો: Jupiter Transit 2025: 14 મે થી શરુ થશે 5 રાશિઓનો ગોલ્ડન ટાઈમ, 1 વર્ષ સુધી મળશે લાભ
ધન રાશિ
ચાર ગ્રહોનું ગોચર ધન રાશિ માટે અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળે તેવી સંભાવના. નોકરી અને વેપારમાં સારી તકો મળશે. વેપારીઓને લાભ થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન સકારાત્મક ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો. સમાજમાં સન્માન વધશે. લોકો તમારાથી પ્રભાવિત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે