Diwali Shubh Muhurat: ચેતન પટેલ/અમદાવાદ: દિવાળીના મહાપર્વ પર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે માતા લક્ષ્મી પોતાની સવારી લઈને પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. જેમના સ્વાગત માટે લોકો પોતાના ઘરને માંગલિક પ્રતીકોથી સજાવીને દિવા પ્રગટાવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. આવો જાણીએ દિવાળી પર થતી ગણેશ-લક્ષ્મીની સૌથી પીજાનું શુભ મુહૂર્ત અને ઉપાય. આ સાથે જાણો વિક્રમ સંવત 2080 દિવાળીના શુભ મુહૂર્તો વિશે....
પુષ્ય નક્ષત્ર મુહર્ત ચોપડા લાવવાના મુહૂર્તો
(૨) આસો વદ-૦૮ રવિવાર
રવિ પુષ્ય નક્ષત્ર સિદ્ધિ યોગ તા.૦૫-૧૧-૨૦૨૩
સમય : સવારના ૦૮-૧૧ થી ૧૦-૨૮ (ચલ ,લાભ) સુધીમાં ચોપડા લાવવા સોનું ચાંદી ખરીદવા શુભ કાર્ય નું મુહર્ત કરવા
ધનતેરસના શુભ મુહર્ત
કાળીચૌદસના મુહર્ત
કાળીપૂજા ,હનુમાન પૂજા ભૈરવ પૂજા યંત્ર મંત્ર સાધના તેમજ ઉગ્ર દેવ સાધના
(૧) આસો વદ-૧૪ શનિવાર તા.૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે દિવસે અને રાત્રે ભૈરવ, બટુક, વીર, હનુમાન, મહાકાલી અને દશ મહાવિધાની આરાધના અને તાંત્રિક કાર્યો માટે ઉત્તમ
દિવાળી અને શારદા-ચોપડા પૂજન
બેસતુ વર્ષ વિક્રમ સવંત ૨૦૮૦
લાભ પાંચમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે