Home> Spiritual
Advertisement
Prev
Next

દિવાળીના પર્વ પર શું હોય છે દીપદાન, જાણો દીપદાનનો મહિમા અને તેનું મહત્વ

આવતા સપ્તાહથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જશે. દિવાળીના તહેવારોમાં ખરીદી, પૂજા-પાઠ સહિત અનેક વસ્તુનું મહત્વ રહેલું છે. દિવાળી પર્વ પર દીપદાનનું પણ ખાસ મહત્વ છે.

દિવાળીના પર્વ પર શું હોય છે દીપદાન, જાણો દીપદાનનો મહિમા અને તેનું મહત્વ

અમદાવાદઃ હવે ગણતરીના દિવસોમાં દિવાળીના તહેવારોની શરૂઆત થવાની છે. દિવાળીના તહેવારની દેશબરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના પર્વ પર પૂજાથી લઈને અનેક વસ્તુઓનું અનેરુ મહત્વ રહેલું છે. દિવાળીના પર્વ પર તંત્રશાસ્ત્ર આધારિત યમરાજાને દીપદાનનું પણ મહત્વ રહેલું છે. શું હોય છે યમરાજાને દીપદાન, આવો ડો. હેમીલ પી લાઠીયા, તંત્ર ભૂષણ, તંત્રાચાર્ય પાસેથી જાણીએ.

fallbacks

યમરાજાને દીપદાન : શાસ્ત્રમાં દીપદાનનું ખૂબ મહત્વ રહેલું છે તેમાં પણ તંત્રશાસ્ત્રના વિદ્વાન પાસેથી કેટલીક ફળદાયી આર્શીવાદ આપતી વાત પણ જાણવા મળે છે. જો ઘરની કોઈપણ એક વ્યક્તિ ઘરના દરેક સભ્યને યમરાજાના આશીર્વાદ મળે તે હેતુ ઘરના મુખ્ય દ્વારની બહાર એક માટીના કોડિયામાં તેલ ભરી ચાર આડીવાટની રૂ ના દિવાને એક દક્ષિણ બાજુ, બીજો પશ્ચિમ બાજુ, ત્રીજો પૂર્વ બાજુ અને ચોથો ઉત્તર બાજુ રાખી તે મુજબ જ ક્રમમાં દીપ પ્રાગટય પોતાનું મુખ દક્ષિણ દિશા તરફ રાખી ને કરી યમરાજને પ્રાર્થના કરવાથી કુદરતી આફત, દુર્ઘટના, શારીરિક, માનસિક કસ્ટ પીડા દૂર થાય છે આ પ્રકારે ત્રણ દિવસ દીપદાન કરવાનો મહિમા રહેલો છે. 

આ પણ વાંચોઃ Diwali 2023: ધનતેરસથી લાભ પાંચમ સુધી શું છે શુભ મુહૂર્ત? તમામ વિગતો નોંધી લેજો કામ..

ધનતેરસ આસો વદ ૧૩
શુક્રવાર તા.૧૦/૧૧/૨૩
(બપોરે ૧૨:૩૭ થી ૧૩)
સમય : ૨૧:૧૦ થી ૨૨:૪૫

કાળી ચૌદશ આસો વદ ૧૪
શનિવાર તા.૧૧/૧૧/૨૩
(બપોરે ૧૩:૫૮ પછી ૧૪)
સમય : અનુકૂળતા મુજબ

દિવાળી :
રવિવાર તા.૧૨/૧૧/૨૩
(બપોર ૧૨:૪૫ પછી અમાસ)
સમય : ૨૦:૦૦ થી ૨૨:૩૦

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More