Home> Sports
Advertisement
Prev
Next

કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં 4 વર્ષથી ડેબ્યૂ માટે સંઘર્ષ કરી રહ્યો છે આ ક્રિકેટર

એક કમનસીબ ક્રિકેટર છે જે 2021થી ટીમ ઈન્ડિયા સાથે છે. છતાં તે છેલ્લા 4 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કરવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છે. આ ક્રિકેટર વર્ષોથી છે, પરંતુ તેને ભારતીય ટીમ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક આપવામાં આવી રહી નથી.
 

કમનસીબ ક્રિકેટર...2021થી ટીમ ઈન્ડિયા સાથે છે છતાં 4 વર્ષથી ડેબ્યૂ માટે સંઘર્ષ કરી રહ્યો છે આ ક્રિકેટર

ભારતીય ટીમમાં 2021થી એક કમનસીબ ક્રિકટર છે. જે છેલ્લા 4 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ માટે રાહ જોઈ રહ્યો છે. વર્ષોથી આ ક્રિકેટર બેન્ચ ગરમ કરી રહ્યો છે, પરંતુ તેને ભારતીય ટીમ માટે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી નથી. ભારતનો આ બેટ્સમેન એટલો પ્રતિભાશાળી છે કે તેણે ઘરેલુ ક્રિકેટમાં 37 સદી ફટકારી છે. આ બેટ્સમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 27 સદી, લિસ્ટ-એ ક્રિકેટમાં 9 સદી અને ટી20 ક્રિકેટમાં 1 સદી ફટકારી છે. 'પ્રતિભાની ખાણ' હોવા છતાં આ ક્રિકેટર સાથે ભારે અન્યાય થઈ રહ્યો છે.

fallbacks

ડેબ્યૂ માટે 4 વર્ષથી રાહ જોઈ રહ્યો છે

પ્રતિભાશાળી બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન વર્ષ 2021માં પહેલી વાર ટીમ ઈન્ડિયામાં જોડાયો. ત્યારથી અભિમન્યુ ઈશ્વરન કેટલીક ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમમાં જોવા મળ્યો છે, પરંતુ 4 વર્ષથી તે ડેબ્યૂની આશામાં બેન્ચ ગરમ કરી રહ્યો છે. વર્ષ 2021માં ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બેકઅપ ઓપનર તરીકે અભિમન્યુ ઈશ્વરનને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં અભિમન્યુ ઈશ્વરન ફક્ત પ્રવાસી રહ્યો અને તેને ડેબ્યૂ કરવાની તક પણ મળી નહોતી. આવું એટલા માટે થયું કારણ કે તે સમયે રોહિત શર્મા અને કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાના પ્રથમ પસંદગીના ટેસ્ટ ઓપનર હતા. તે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીનો યુગ હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ આ 2 ખેલાડીઓનું ટેસ્ટ ટીમમાંથી કપાશે પત્તુ !

કમનસીબ ક્રિકેટર

આ કમનસીબ ક્રિકેટરને વિરાટ કોહલી અને રોહિત શર્માએ પોતપોતાની કેપ્ટનશિપ દરમિયાન ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપી નહોતી. હવે નવો ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ પણ અભિમન્યુ ઈશ્વરન સાથે અન્યાય કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 16 ખેલાડીઓએ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. આ ખેલાડીઓમાં શ્રેયસ ઐયર, કે.એસ. ભરત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, દેવદત્ત પડિકલ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, સાઈ સુદર્શન અને અંશુલ કંબોજનો સમાવેશ થાય છે. પરંતુ અભિમન્યુ ઈશ્વરન હજુ પણ ડેબ્યૂ માટે ઝંખી રહ્યો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More