Ashish Nehra: આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો 30 મેના રોજ એલિમિનેટર મેચમાં આમને-સામને હતી. મુંબઈએ આ મેચ 20 રનથી જીતીને ગુજરાતના સપનાઓને ચકનાચૂર કરી દીધા હતા. જોકે આ મેચમાં ગુજરાતના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તેમ છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ GT ના મુખ્ય કોચ આશિષ નેહરાના પુત્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે ખૂબ રડી રહ્યો હતો.
ખૂબ રડ્યો આશિષ નેહરાનો દીકરો
IPL 2025 માં ગુજરાત આ વખતે બીજા ખિતાબની આશા રાખતું હતું. પરંતુ મુંબઈએ ગુજરાતનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું. છેલ્લી ઓવર સુધી રમાયેલી આ મેચમાં ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ આશિષ નેહરાના દીકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ રડી રહ્યો છે.
Nehra ka Beta bada hoke humse badla lega 🤣🤣#MIvsGT pic.twitter.com/2j8Z17Hxx1
— WTF Cricket (@CricketWtf) May 30, 2025
પોતાના પિતાનું સ્વપ્ન ચકનાચૂર થતું જોઈને તે સહન ન કરી શક્યો અને સ્ટેન્ડમાં રડવા લાગ્યો. આ દરમિયાન આશિષના મોટા દીકરાએ તેને ચૂપ કરાવ્યો હતો. IPL 2022 માં GTએ પોતાનું પહેલું ટાઇટલ જીત્યું. તે સમયે ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા હતો. પરંતુ હાર્દિક IPL 2024 માં મુંબઈનો કેપ્ટન બન્યો. આવી સ્થિતિમાં તેણે IPL 2025 એલિમિનેટર મેચમાં તેની જૂની ટીમને હરાવી.
આવી હતી મેચની સ્થિતિ
પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 228 રન બનાવ્યા. ઓપનર તરીકે રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી. જ્યારે જોની બેયરસ્ટોએ 22 બોલમાં 47 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા. GT તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા. તેણે 49 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે