New Rules in Cricket : 1 જૂનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવા જઈ રહ્યા છે. વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આનાથી રમત વધુ રોમાંચક બનશે. ODI ક્રિકેટમાં જૂના બોલનો ઉપયોગ કરવામાં આવશે. કોન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ બદલાશે. આ ઉપરાંત, DRS અંગે પણ કેટલીક નવી સિસ્ટમ જોવા મળશે. બાઉન્ડ્રી લાઇન પર લેવામાં આવેલા કેચ સંબંધિત નિયમમાં પણ થોડો ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
ODI ક્રિકેટમાં કયો નિયમ બદલાશે ?
જો ક્રિકબઝના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો, હવે ODI ક્રિકેટમાં 50 ઓવરમાં બે બોલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. છેલ્લા ઘણા વર્ષોથી બંને છેડાથી નવા બોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેથી 50 ઓવર સુધીમાં બોલ ફક્ત 25 ઓવર જૂનો થતો હતો, જે રિવર્સ સ્વિંગમાં ઝડપી બોલરોને મદદ કરતો નહોતો, પરંતુ અમલમાં આવી રહેલા નવા નિયમો અનુસાર, 17-17 ઓવર સુધી બે બોલનો ઉપયોગ કરવામાં આવશે, પરંતુ 35મી ઓવરથી ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે, જે ફિલ્ડિંગ ટીમ અને તેના કેપ્ટન દ્વારા પસંદ કરવામાં આવશે. ICCએ સભ્ય દેશોને આ માહિતી આપી છે. જો મેચ 25 ઓવર કે તેથી ઓછી હોય, તો એક ઇનિંગમાં ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે.
એલિમિનેટર મેચમાં ગુજરાત કેમ હારી ગયું ? કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો
કોન્કશન સબસ્ટિટ્યુટમાં શું ફેરફાર ?
કોન્કશન સબસ્ટિટ્યુટ નિયમોમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. મેચ શરૂ થાય તે પહેલાં ટીમોએ મેચ રેફરીને પાંચ કોન્કશન રિપ્લેસમેન્ટ ખેલાડીઓના નામ જણાવવા પડશે. આમાં વિકેટકીપર, બેટ્સમેન, સીમ બોલર, સ્પિનર અને ઓલરાઉન્ડરનો સમાવેશ થશે. જો મેચ દરમિયાન કોઈ ખેલાડીને માથામાં ઈજા થાય છે, તો તેની જગ્યાએ તેના જેવા જ ખેલાડીને સામેલ કરવામાં આવશે. અત્યાર સુધી આ નિયમનો દુરુપયોગ થતો રહ્યો છે, જેમાં બોલરને ઈજા થાય ત્યારે બેટ્સમેન પણ મેદાનમાં આવતો હતો. મેચ રેફરી આમાં થોડી છૂટ આપી શકે છે.
બાઉન્ડ્રી લાઇન અને ડીઆરએસ અંગેની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે કે તેમાં કયા ફેરફારો કરવાના છે. આ નિયમો ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ પછી લાગુ થશે, જ્યારે 17 જૂનથી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. તો નવા નિયમો જુલાઈથી વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાગુ થશે, જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે વન ડે શ્રેણી રમાશે. વન ડે શ્રેણી 2 જુલાઈથી કોલંબોમાં શરૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે