Home> Sports
Advertisement
Prev
Next

એશિયા કપ માટે થઈ જાઓ તૈયાર, IND-PAKની ટક્કર નક્કી! વેન્યૂ પણ ફાઈનલ; શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ

Asia Cup 2025: ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. એશિયા કપ 2025નો રસ્તો હવે સ્પષ્ટ થઈ ગયો છે. સૌથી રોમાંચક વાત એ છે કે, ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ થવાની અપેક્ષા છે.

એશિયા કપ માટે થઈ જાઓ તૈયાર, IND-PAKની ટક્કર નક્કી! વેન્યૂ પણ ફાઈનલ; શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ

Asia Cup 2025: ક્રિકેટ પ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ 2025નો રસ્તો હવે સાફ થઈ ગયો છે. સૌથી રોમાંચક વાત એ છે કે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ થવાની અપેક્ષા છે. ઘણા દિવસોની અટકળો અને વિવિધ ક્રિકેટ બોર્ડ વચ્ચે ચર્ચાઓ પછી અપડેટ આવ્યું છે કે, આ ટુર્નામેન્ટ BCCIના યજમાનીમાં રમાશે. આ મહત્વપૂર્ણ નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં લેવામાં આવ્યો હતો, જેમાં BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓ ટૂંક સમયમાં અંતિમ સ્થળ અને સમયપત્રકને અંતિમ સ્વરૂપ આપવા માટે મળશે.

fallbacks

ક્યાં રમાશે એશિયા કપ 2025?
જો કે, એશિયા કપ 2025નું સત્તાવાર યજમાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે UAEમાં તટસ્થ સ્થળે ટુર્નામેન્ટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુબઈ અને અબુ ધાબી મુખ્ય સ્થળો હોવાની શક્યતા છે. BCCIએ અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB) સાથે ત્રણ સ્થળો માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાંથી બે સ્થળોનો ઉપયોગ ટુર્નામેન્ટ માટે કરવામાં આવશે.

સરકારી કર્મચારીઓ માટે સરકારનો મોટો નિર્ણય! આ કામ માટે લઈ શકે છે 30 દિવસની રજા

ક્યારે શરૂ થશે એશિયા કપ 2025?
એશિયા કપ 2025 સપ્ટેમ્બર મહિનામાં રમાશે. રિપોર્ટ અનુસાર, આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર અથવા 8 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ શકે છે. BCCI ટૂંક જ સમયમાં સત્તાવાર રીતે સમગ્ર સમયપત્રકની જાહેરાત કરશે. આ ટુર્નામેન્ટને 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ટીમોની તૈયારી તરીકે પણ જોવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે.

ભારત-પાકિસ્તાન મહામુકાબલો નક્કી!
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેવાની પૂરી શક્યતા છે, જેનો અર્થ એ છે કે ગ્રુપ સ્ટેજમાં જ બન્ને ટીમની ટક્કર નિશ્ચિત છે. એટલું જ નહીં, જો બન્ને ટીમો સારું પ્રદર્શન કરશે તો તેઓ સુપર ફોર અને સંભવતઃ ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓને એક જ ટુર્નામેન્ટમાં આ બે કટ્ટર હરીફો વચ્ચે ઘણી વખત મેચ જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ 7 સપ્ટેમ્બરના રોજ યોજાવાની ધારણા છે.

ગુરુનું નક્ષત્ર ગોચર આ 3 રાશિઓને કરશે માલામાલ, 12 ઓગસ્ટ સુધી જીવશે રાજા જેવી જિંદગી!

કોણે જીત્યો હતો છેલ્લો એશિયા કપ?
છેલ્લો એશિયા કપ ભારતે જીત્યો હતો. તે 2023માં રમાયો હતો અને ભારતે ફાઇનલમાં શ્રીલંકાને એકતરફી મેચમાં હરાવીને રેકોર્ડ આઠમો એશિયા કપ ટાઇટલ જીત્યો હતો. શ્રીલંકાના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે અદ્ભુત બોલિંગ પ્રદર્શન કર્યું હતું. સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ લીધી હતી, જેમાં એક મેડન ઓવરનો પણ સમાવેશ થાય છે. તેની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાની ટીમ માત્ર 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 1 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ લીધી હતી. 51 રનના નાના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના માત્ર 6.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. શુભમન ગિલ (27*) અને ઇશાન કિશન (23*) અણનમ રહ્યા અને ભારતને 10 વિકેટની શાનદાર જીત અપાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More