Asia Cup 2025: એશિયા કપ 2025ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને આ ટૂર્નામેન્ટ 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મહિનાના અંતમાં એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર થઈ શકે છે. આ વખતે ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે અને ફેન્સને એક એવો નજારો જોવા મળશે, જે એશિયા કપમાં છેલ્લા 21 વર્ષથી જોવા મળ્યો નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આ વખતે પણ ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે.
એશિયા કપમાં 21 વર્ષ બાદ આવું થશે
હકીકતમાં આ વર્ષે એશિયા કપમાં ફેન્સને 2 મોટા ખેલાડીઓની ખોટ પડશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. આ બંનેએ T20I ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, જેના કારણે તેની પસંદગી ટીમમાં થશે નહીં. 21 વર્ષ બાદ એવું થશે જ્યારે એશિયા કપમાં બંનેમાંથી કોઈ ખેલાડી મેદાન પર જોવા મળશે નહીં. છેલ્લે 2004 એશિયા કપ આ બંને સિતારા વગર રમાયો હતો, ત્યારે બંનેમાંથી કોઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું નહોતું.
આ પણ વાંચોઃ પ્રીમિયમ કાર... કરોડોની કુલ સંપત્તિ, શુભમન ગિલ આટલી બધી સંપત્તિનો માલિક
ત્યારબાદ દરેક એડિશનમાં વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી એક ખેલાડી જરૂર એશિયા કપમાં રમ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લા બે દાયકાથી ભારતીય ક્રિકેટના બે મોટા સ્તંભ રહ્યાં છે. આ બંનેએ ન માત્ર પોતાની બેટિંગથી દુનિયામાં ધમાકો મચાવ્યો, પરંતુ એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. 2010મામા બંને ખેલાડીઓએ મળી ટીમને ટ્રોફી અપાવી હતી. તો રોહિત અને વિરાટ 2016મા એશિયા કપ જીતનારી ભારતીય ટીમમાં પણ હતા.
રોહિતનો દમદાર રેકોર્ડ
રોહિત શર્માએ પોતાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાને 2018મા એશિયા કપની ટ્રોફી અપાવી હતી. જ્યારે 2023મા પણ ભારતે રોહિતની આગેવાનીમાં આ ટ્રોફી જીતી હતી. ત્યારે કોહલી પણ ટીમમાં હતો. પરંતુ આ વખતે ભારતને બંને ખેલાડીની ખોટ પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે