Champions Trophy : પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે એક ખરાબ સમાચાર આવ્યા છે. જોસ બટલરની ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર બ્રેડન કાર્સ અંગૂઠામાં ઈજાના કારણે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થયો છે. તેના સ્થાને સ્પિનર રેહાન અહેમદને બોલાવવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ટૂર્નામેન્ટમાંથી બોલરની બહાર થવાની પુષ્ટિ કરી છે.
હાર્દિક ફૂંક મારીને બદલે છે પરિણામ,અમને હરાવવા કાળી પીચ તૈયાર કરી', પાક. ચેનલનો દાવો
ઓસ્ટ્રેલિયા સામે ઈજા થઈ હતી
ઈંગ્લેન્ડના બોલિંગ ઓલરાઉન્ડર બ્રાઈડન કાર્સ ડાબા પગના અંગૂઠામાં ઈજાને કારણે બાકીની ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાંથી બહાર થઈ ગયો છે, ECBએ જણાવ્યું કે, શનિવારે લાહોરમાં કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતી ગ્રુપ B મેચ દરમિયાન ઈજા થઈ હતી. અંગૂઠામાં ઈજાના કારણે તે સોમવારે ઈંગ્લેન્ડના ટ્રેનિંગ સેશનમાં ભાગ લઈ શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયા સામેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ માટે કાર્સને ફિટ ગણવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાની લય માટે સંઘર્ષ કર્યો હતો. કાંગારૂ ટીમ સામે તે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 9.85ના ઈકોનોમી રેટથી રન આપ્યા હતા.
TATA ગ્રુપની કંપનીનો આવશે IPO, બોર્ડે આપી મંજૂરી, 23 કરોડ નવા શેર થશે ઈશ્યુ
કાર્સને જૂની સમસ્યા છે
મીડિયા રિપોર્ટ અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન તેને પગના અંગૂઠાની સમસ્યા શરૂ થઈ હતી. આ માટે તેને ટાંકા લેવા પડ્યા હતા અને ભારત સામે ઇંગ્લેન્ડની છેલ્લી બે વનડે મેચમાંથી બહાર થવું પડ્યું હતું. ઈજાની ગંભીરતાને કારણે તેને બુધવારે લાહોરમાં અફઘાનિસ્તાન સામેની બીજી ગ્રુપ-સ્ટેજ મેચ પહેલા ઈંગ્લેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી બહાર થવું પડ્યું છે.
Gutted to be losing you, Brydon 👊
— England Cricket (@englandcricket) February 24, 2025
રાશિદને રેહાનનો સહયોગ મળશે
કાર્સના વિકલ્પ તરીકે રેહાન ભારતના પ્રવાસ દરમિયાન ઈંગ્લેન્ડની ટીમમાં હતો. તેનો સમાવેશ ઈંગ્લેન્ડના સ્પિન આક્રમણને મજબૂત કરશે, જેમાં આદિલ રાશિદ એકમાત્ર ફ્રન્ટલાઈન સ્પિનર છે. 20 વર્ષીય સ્પિનરે ઈંગ્લેન્ડ માટે પાંચ વનડે મેચમાં 10 વિકેટ ઝડપી છે. કાર્સની ગેરહાજરીને કારણે જેમી ઓવરટોન ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન લઈ શકે છે. ઈંગ્લેન્ડની 15 સભ્યોની ટીમમાં સાકિબ મહમૂદ અને ગુસ એટકિન્સન અન્ય ઝડપી બોલર છે.
ઈંગ્લેન્ડની ટીમઃ જોસ બટલર, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, હેરી બ્રુક, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ, રેહાન અહેમદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે