શિયાનઃ ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને વિશ્વનો નંબર એક રેસલર બજરંગ પૂનિયા મંગળવારથી અહીં શરૂ થઈ રહેલા એશિયન કુશ્તી ચેમ્પિયનશિપમાં ભારતના પડકારની આગેવાની કરશે. સાક્ષી અને બજરંગ સિવાય વિનેશ ફોગાટ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. વિનેશ મહિલાઓના 53 કિલો વર્ગમાં ઉતરશે જે તેના માટે નવો છે. તેણે બુલ્ગારિયામાં UWW ડૈન કોલોવ નિકોલા પેટ્રોવ ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર આ વર્ગમાં ભાગ લઈને સિલ્વર મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં બજરંગે પુરૂષોના 65 કિલો વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રિયો ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષીને સિલ્વર મેડલ મળ્યો જ્યારે પૂજા ઢાંડાએ મહિલાઓના 59 વર્ષમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. એશિયન ચેમ્પિયનશિપમાં સાક્ષી 62 કિલો વર્ગમાં ઉતરશે જ્યારે નવજોત કૌર મહિલાઓના 65 કિલો વર્ગમાં ભારતની આગેવાની કરશે.
પૂજા ઢાંડા 57 કિલો વર્ગમાં રમશે. એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા દિવ્યા કકરાન એડીની ઈજા બાદ 68 કિલો ગ્રામ વર્ગમાં ઉતરસે. રાષ્ટ્રીય ચેમ્પિયન અમિત ધનકર પુરૂષોના 74 કિલો વર્ગમાં રમશે. ઓલમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમાર આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યો નથી. રાહુલ અવારે 61 કિલો વર્ગમાં ઉતરશે. પ્રવીણ રાણા 79 કિલો અને સત્યવ્રત કડિયા 97 કિલોમાં ઉતરશે.
IPL 2019: ચેન્નઈ નહીં હૈદરાબાદમાં રમાશે ફાઇનલ, પ્લેઓફની તારીખો પણ જાહેર
પુરૂષ ફ્રીસ્ટાઇલ
રવિ કુમાર (57 કિલો), રાહુલ અવારે (61 કિલો), બજરંગ પુનિયા (65 કિલો), રજનીશ (70 કિલો), અમિત ધનકર (74 કિલો), પ્રવીણ રાણા (79 કિલો), દીપક પૂનિયા (86 કિલો), વિકી (92 કિલો), સત્યવ્રત કડિયા (97 કિલો), સુમિત (125 કિલો).
મહિલા કુશ્તી
સીમા (50 કિલો), વિનેશ ફોગાટ (53 કિલો), લલિતા સેહરાવત (55 કિલો), પૂજા ઢાંડા (57 કિલો), મંજૂ (59 કિલો), સાક્ષી મલિક (62 કિલો), નવજોત કૌર (65 કિલો), દિવ્યા કકરાન (68 કિલો), કિરણ (72 કિલો) અને પૂજા (76 કિલો).
ગ્રીકો રોમન શૈલી
મનજીત (55 કિલો), જ્ઞાનેન્દર (60 કિલો), વિક્રમ કુમાર (63 કિલો), રવિન્દર (67 કિલો), યોગેશ (72 કિલો), ગુરપ્રીત સિંહ (77 કિલો), હરપ્રીત સિંહ (82 કિલો), સુનીલ કુમાર (87 કિલો), હરદીપ સિંહ (97 કિલો), પ્રેમ કુમાર (130 કિલો).
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે