BCCI Annual Central Contracts : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તાજેતરમાં મહિલા ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી. હવે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદી પણ ટૂંક સમયમાં જાહેર થવાની આશા છે. આ પહેલા એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ડિમોટ કરવામાં આવી શકે છે. આ સિવાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રથમ વખત કેટલાક નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
મીડિયા અહેવાલ મુજબ પસંદગીકારો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ઘણા ફેરફાર કરી શકે છે. મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને BCCI સચિવ દેવજીત સૈકિયા જૂનમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની સંભવિત ટીમ અંગે ચર્ચા કરવા 29 માર્ચે ગુવાહાટીમાં મળવાના છે. આ બેઠકમાં મેન્સ ટીમ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને અંતિમ રૂપ આપવાની પણ શક્યતા છે.
સુનીલ નારાયણ કેટલી મેચો માટે બહાર ? KKRના સ્ટાર ઓલરાઉન્ડરની હેલ્થ અંગે મોટું અપડેટ
રોહિત-વિરાટ-જાડેજાને ડિમોટ કરવામાં આવી શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પસંદગી સમિતિ ભારતના કેટલાક મોટા સ્ટાર્સના ભવિષ્યને લઈને વિભાજિત છે. તેમાં કોઈ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે સંકેતો આપવામાં આવ્યા હતા. રોહિત, કોહલી અને જાડેજા હાલમાં A+ કેટેગરીમાં છે, જે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ટોપ પર છે. આ કેટેગરી સામાન્ય રીતે તમામ ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ માટે આરક્ષિત છે. કોહલી, રોહિત અને જાડેજાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોવાથી હવે તેમને A કેટગરીમાં રાખવામાં આવી શકે છે.
ઐય્યર-ઈશાનની વાપસી ?
જ્યારે BCCIએ છેલ્લે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી, ત્યારે તેણે શ્રેયસ ઐય્યર અને ઈશાન કિશનને બહાર કરી દીધા હતા, જેણે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની બોર્ડની વિનંતીનું પાલન ન કરવાને કારણે બોર્ડે આ કાર્યવાહી કરી હતી. હવે જોવાનું એ રહે છે કે આ બંને વાપસી કરે છે કે નહીં. કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐય્યરને તેનો કોન્ટ્રાક્ટ પાછો મળવો નિશ્ચિત છે. જોકે, ઈશાન કિશન વિશે કંઈ કહેવું મુશ્કેલ છે.
ક્રિસ ગેલ કે મેક્સવેલ નહીં…આ બેટ્સમેને ફટકારી છે વિશ્વ ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સ
આ ખેલાડીઓને પ્રમોશન મળી શકે છે
અહેવાલો અનુસાર, ફક્ત જસપ્રિત બુમરાહ તેની A+ કેટેગરીનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાળવી રાખે તે નક્કી છે. ODI ટીમના વાઇસ-કેપ્ટન શુભમન ગિલ (A કેટેગરી)ને ટોપ કેટેગરીમાં પ્રમોટ કરી શકાય છે, જ્યારે યશસ્વી જયસ્વાલ (B કેટેગરી) A કેટેગરીમાં જઈ શકે છે. અન્ય એક ખેલાડી જેને B કેટેગરીમાંથી A કેટેગરીમાં પ્રમોશન મળી શકે છે તે ઓલરાઉન્ડર અક્ષર પટેલ છે.
આ 3 ખેલાડીનું ચમકશે નસીબ
નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, અભિષેક શર્માને પ્રથમ વખત સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. તેમને C કેટેગરીમાં મૂકી શકે છે, જેના માટે ક્રિકેટરે ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 ODI અથવા 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું જરૂરી છે. ઋતુરાજ ગાયકવાડ માટે સી કેટેગરીમાં પોતાનું સ્થાન જાળવી રાખવું મુશ્કેલ બની શકે છે. કારણ કે તેણે ભારત માટે તેની છેલ્લી મેચ જુલાઈ 2024માં રમી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે