સમગ્ર વિશ્વમાં સમુદ્રનું સ્તર ઝડપથી વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે 2030 સુધીમાં ઘણા શહેરો પાણીમાં ડૂબી શકે છે. ગ્લોબલ વોર્મિંગ અને ગ્લેશિયર્સ પીગળવાના કારણે આ ખતરો વધી રહ્યો છે. ઘણા સુંદર શહેરોનું અસ્તિત્વ જોખમમાં છે. ત્યારે આ લેખમાં એ શહેરો વિશે જાણીએ જે પહેલા ડૂબી શકે છે.
સૌથી મોટો સવાલ છે કે, દરિયાની સપાટી કેમ વધી રહી છે ? તો તમને જણાવી દઈએ કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર્સ અને બરફ પીગળી રહ્યા છે, જેના કારણે દરિયાનું પાણી વધી રહ્યું છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 2100 સુધીમાં દરિયાની સપાટી 1-2 મીટર વધી શકે છે. આ નાના અને ડાઉનસ્ટ્રીમ દેશો માટે મોટો ખતરો છે.
આવી રહ્યું છે સીઝનનું પહેલું વાવાઝોડું, ગુજરાતને થશે અસર, અંબાલાલની ખતરનાક આગાહી
સૌથી નીચો દેશ માલદીવ
માલદીવને વિશ્વનો સૌથી નીચો દેશ માનવામાં આવે છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે સૌથી પહેલા ડૂબી શકે છે. તેની સરેરાશ ઊંચાઈ માત્ર 1.5 મીટર છે. માલદીવમાં 1,200 નાના ટાપુઓ છે, જે સમુદ્રનું સ્તર વધવાને કારણે 2030 સુધીમાં પાણીની નીચે જઈ શકે છે. આ સુંદર દેશ પ્રવાસીઓ માટે ફેમસ છે, પરંતુ હવે તેનું ભવિષ્ય જોખમમાં છે.
માલદીવ પહેલેથી જ આ ખતરા સામે ઝઝૂમી રહ્યું છે. 90% ટાપુઓ પર ધોવાણ થયું છે અને તાજું પાણી ફરી વળ્યું છે. આ સમસ્યાનો સામનો કરવા માટે સરકાર દર વર્ષે પોતાના બજેટનો મોટો ભાગ ખર્ચી રહી છે. પરંતુ પાણીનું વધતું સ્તર માલદીવ માટે મોટો પડકાર બની ગયો છે.
દિવસમાં બે વાર પીઓ આ પાણી, શરીરની વધારાની ચરબી થઈ જશે ગાયબ
ફ્લોટિંગ સિટી વેનિસ
ફ્લોટિંગ સિટી તરીકે ઓળખાતું ઇટાલીનું વેનિસ શહેર પણ ડૂબી જવાના ભયમાં છે. આ શહેર પાણીની વચ્ચે બનેલું છે અને દરિયાની સપાટીમાં ઝડપથી વધારો થવાને કારણે વૈજ્ઞાનિકોનું માનવું છે કે 2030 સુધીમાં વેનિસ પાણીમાં ડૂબી જશે. વેનિસની સુંદરતા અને નહેરો આખી દુનિયામાં ફેમસ છે, પરંતુ હવે તે જોખમમાં છે.
વેનિસમાં પહેલેથી જ પૂરની સમસ્યા છે. દર વર્ષે ભરતીના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો પાણીનું સ્તર આમ જ વધતું રહ્યું તો 2030 સુધીમાં વેનિસની પ્રખ્યાત નહેરો અને ઈમારતો પાણીમાં ડૂબી શકે છે. આ શહેર તેની સુંદરતા ગુમાવી શકે છે.
તુવાલા જેવા નાના દેશો માટે પણ મોટો ખતરો
આ ઉપરાંત પ્રશાંત મહાસાગરમાં હવાઈ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તુવાલા નામનો એક નાનો દેશ છે, જે 9 ટાપુઓથી બનેલો છે. અહીં લગભગ 11 હજાર લોકો રહે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમુદ્રનું સ્તર વધવાને કારણે ટુવાલા પણ જલ્દી ડૂબી શકે છે. આ સુંદર દેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે.
વિયેતનામનું હો ચી મિન્હ સિટી પણ 2030 સુધીમાં ડૂબી જવાના જોખમમાં છે. આ શહેર ભેજવાળી જમીન પર આવેલું છે અને તેની ઊંચાઈ દરિયાની સપાટીથી વધુ નથી. અહીં વરસાદની મોસમમાં પહેલાથી જ પૂર આવે છે, અને પાણીનું સ્તર વધવાથી તે વધુ જોખમી બની રહ્યું છે. વૈજ્ઞાનિકોએ આ માટે એલર્ટ જાહેર કર્યું છે.
નોંધ - આ માહિતી વૈજ્ઞાનિક અભ્યાસો અને અંદાજો પર આધારિત છે. વાસ્તવિક પરિસ્થિતિ ઘણા પરિબળો પર આધારિત હોઈ શકે છે. ZEE 24 Kalak આની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે