Lsg vs Pbks : IPLમાં દર વખતની જેમ આ વખતે પણ સેલિબ્રેશનને લઈને નવો હોબાળો શરૂ થયો છે. પંજાબ સામેની મેચમાં લખનૌના બોલર દિગ્વેશ સિંહે હાથે કરીને મોટી ભૂલ કરી છે. દિગ્વેશે એવી રીતે વિકેટ લીધા પછી સેલિબ્રેશન કર્યું કે પહેલા તેને સુનીલ ગાવસ્કરની ઠપકોનો સામનો કરવો પડ્યો અને હવે બીસીસીઆઈએ તેને સજા પણ આપી છે. બીસીસીઆઈએ દિગ્વેશ પર મોટો દંડ ફટકાર્યો છે અને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે.
નોટબુક શૈલીમાં સેલિબ્રેશન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમે પંજાબને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ તરફથી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરવા આવ્યા હતા. પ્રિયાંશ આર્યને ફરી એકવાર પોતાને સાબિત કરવાની તક મળી. પરંતુ દિગ્વેશ સિંહે તેને 8 રનના સ્કોર પર પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પ્રિયાંશની વિકેટ બાદ દિગ્વેશ પ્રિયાંશની નજીક જઈને નોટબુક સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. જે બાદ દિગ્ગજ ગાવસ્કરે પણ તેની આ હરકતને લઈને ઠપકો આપ્યો હતો.
LSG vs PBKS : જેનો ડર હતો એ જ થયું...હાર બાદ ગોએન્કાએ પંત પર ઠાલવ્યો ગુસ્સો
આ જોયા બાદ BCCI પણ એક્શનમાં જોવા મળ્યું. IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'લખનૌ સુપર જાયન્ટ્સના બોલર દિગ્વેશને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો હતો. દિગ્વેશને આચારસંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ-1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જે તેણે સ્વીકાર્યો હતો.
પંજાબનો એકતરફી વિજય
પંજાબ કિંગ્સની ટીમે લખનૌને એકતરફી રીતે હરાવ્યું હતું. પ્રિયાંશ આર્યની વિકેટ બાદ પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર અને નેહલ વાઢેરાએ બોલરોનો સારી રીતે ક્લાસ લીધો હતો. પંજાબની ટીમે 17મી ઓવરમાં જ 8 વિકેટે મેચ જીતી લીધી હતી. લખનૌની આ બીજી હાર હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે