Home> India
Advertisement
Prev
Next

India Richest State: આ છે દેશનું સૌથી અમીર રાજ્ય, GDPમાં નોંધપાત્ર ફાળો, ગુજરાત વિશે જાણી ખુશ થશો

ભારતના કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો છે તે તમને ખબર છે અને તેમાં કયા રાજ્યો ધનાઢ્ય છે તે પણ શું તમે જાણો છો? ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. જેમાંથી ટોપ 10 ધનાઢ્ય રાજ્યોની વાત કરીશું અને તેમાં કયું રાજ્ય ટોપ પર છે અને ગુજરાત કયા નંબરે આવે છે તે પણ તમને જણાવીશું. 

India Richest State: આ છે દેશનું સૌથી અમીર રાજ્ય, GDPમાં નોંધપાત્ર ફાળો, ગુજરાત વિશે જાણી ખુશ થશો

તમે જો એમ પૂછવામાં આવે કે દેશનું સૌથી અમીર રાજ્ય કયું છે તો કદાચ ભાગ્યે જાણતા હશે લોકો. પરંતુ તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર દેશનું સૌથી અમીર રાજ્ય છે. જે દેશની જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપે છે. પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના એક વર્કિંગ પેપર મુજબ વર્ષ 2023-24માં રાષ્ટ્રીય જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો 13.3 ટકા હતો. આ આંકડો વર્ષ 2020-21ના  13% થી થોડો વધુ છે પરંતુ 2010-11ના  15.2% કરતા ઓછો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડા છતાં મહારાષ્ટ્ર રાજ્ય ભારતમાં સૌથી મોટું ઈકોનોમિક પાવર હાઉસ બનેલું છે. 

fallbacks

ગુજરાતની શું છે સ્થિતિ
મહારાષ્ટ્ર જીડીપી મામલે હાલ આગળ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે પણ સારો એવો વિકાસ કરી દેખાડ્યો છે. ભારતની જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 2010-11 માં 7.5% હતો જે 2022-23 માં વધીને 8.1% પર પહોંચી ગયો. જો કે જ્યારે રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં પ્રતિ વ્યક્તિ આવકની વાત કરીએ તો મહારાષ્ટ્ર ગુજરાત, તેલંગણા, હરિયાણા અને કર્ણાટક જેવા રાજ્યો કરતા પાછળ છે. વર્ષ 2023-24 માં પ્રતિ વ્યક્તિ આવકમાં સૌથી આગળ રહેનારા રાજ્યો...

- સિક્કિમ: 319.1%
- ગોવા: 290.7% (2022-23 માટે)
- દિલ્હી : 250.8% 
- તેલંગણા : 193.6%
- કર્ણાટક : 180.7%
- હરિયાણા: 176.8%
- તમિલનાડુ : 171.1%

જીડીપીમાં સૌથી વધુ યોગદાન મહારાષ્ટ્રનું
મહારાષ્ટ્ર ભલે જીડીપીમાં સૌથી મોટું યોગદાન આપતું રાજ્ય બન્યું હોય પરંતુ પ્રતિ વ્યક્તિ આવકના મામલે પાછળ છે. તેનો અર્થ એ થયો કે બીજા રાજ્યો વ્યક્તિદીઠ સમૃદ્ધિના મામલે આગળ નીકળી રહ્યા છે. મહારાષ્ટ્ર હજુ પણ દેશના આર્થિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યોની ઝડપથી થઈ રહેલો વિકાસ ભવિષ્યમાં સ્પર્ધાનો સંકેત આપે છે. 

                                   Top 10 Richest States 

ક્રમ રાજ્ય જીડીપીમાં ફાળો
1 મહારાષ્ટ્ર 13.30%
2 તમિલનાડુ 8.90%
3 કર્ણાટક 8.20%
4 ગુજરાત 8.10%
5 ઉત્તર પ્રદેશ 8.40%
6 પશ્ચિમ બંગાળ 5.60%
7 રાજસ્થાન 5%
8 તેલંગણા 4.90%
9 આંધ્ર પ્રદેશ 4.70%
10 મધ્ય પ્રદેશ 4.50%
     

મહારાષ્ટ્રે અહીં પણ મારી બાજી
થોડા સમય પહેલા આવેલા એક રિપોર્ટથી એ સ્પષ્ટ થયું હતું કે યુપીએ નાણાકીય વર્ષ 2024-25ના પહેલા 10 મહિના (એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025) માં નવી કંપનીઓના રજિસ્ટ્રેશનના મામલે દિલ્હીને પછાડ્યું છે. આ દરમિયાન યુપીમાં 15,590 નવી કંપનીઓ રજિસ્ટર્ડ થઈ જ્યારે દિલ્હીમાં આ સંખ્યા 12,759 કંપનીઓની રહી. નવી કંપનીઓના રજિસ્ટ્રેશન મામલે મહારાષ્ટ્ર 21,000 કંપનીઓ સાથે પહેલા નંબરે રહ્યું. ત્યારબાદ બીજા નંબરે યુપી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More