Home> Sports
Advertisement
Prev
Next

IPL બાદ ભારતની વઘુ એક T20 લીગ સ્થગિત, IND-PAK તણાવ વચ્ચે મોટો નિર્ણય

Cricket News : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે ક્રિકેટની સૌથી મોટી લીગ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ત્યારે IPL બાદ વધુ એક T20 લીગ સ્થગિત કરવામાં આવી છે.
 

IPL બાદ ભારતની વઘુ એક T20 લીગ સ્થગિત, IND-PAK તણાવ વચ્ચે મોટો નિર્ણય

Cricket News : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે IPL 2025ને સ્થગિત કર્યા બાદ વધુ એક T20 લીગ સ્થગિત કરવામાં આવી છે. 8 મેના રોજ સુરક્ષાને ધ્યાને લઈ ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રદ કરવી પડી હતી, જેના કારણે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. 

fallbacks

આ T20 લીગ સ્થગિત

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ બંગાળ પ્રો T20 લીગની બીજી સીઝન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાની જાહેરાત કરી છે. 9 મેના રોજ એક સત્તાવાર પ્રેસ રિલીઝ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. મહિલા બંગાળ પ્રો ટી20 લીગની બીજી સીઝન 16 મેના રોજ બીરભૂમમાં શરૂ થવાની હતી, જેની ફાઇનલ 4 જૂને યોજાવાની હતી. ઉલ્લેખનીય છે કે પુરુષોની ટુર્નામેન્ટ મહિલા ફાઇનલના દિવસે જ શરૂ થવાનું આયોજન હતું. બંગાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગયા વર્ષે મહિલા સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી.

સ્થગિત થયેલ IPL 2025ની બાકી મેચો ભારત નહીં આ દેશમાં રમાશે? BCCIને મળ્યું ઓપ્શન

CABની જાહેરાત

બંગાળ ક્રિકેટ એસોસિએશને બંગાળ પ્રો ટી20 લીગની બીજી સીઝન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. એક સત્તાવાર નિવેદનમાં, એસોસિએશને જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ એસોસિએશન (CAB)એ પણ પુષ્ટિ આપી કે નવું શેડ્યૂલ પછીથી જાહેર કરવામાં આવશે. 

IPL પણ મુલતવી રાખવામાં આવી

અગાઉ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL 2025ની બાકીની મેચો મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. 8 મેના રોજ ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અટકાવવામાં આવી હતી તેના થોડા કલાકો પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે શરૂઆતમાં કહ્યું હતું કે ટુર્નામેન્ટ ચાલુ રહેશે, પરંતુ બોર્ડે આખરે લીગને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More