નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સમયે યુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. પહેલગામ હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન સતત ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન ભારતમાં સતત હવાઈ હુમલા કરી રહ્યું છે. પરંતુ તેના બધા હુમલાને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ બનાવી રહી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ડિજિટલ વર્લ્ડનો પણ સહારો લઈ શકે છે. તેને ધ્યાનમાં રાખતા ઈલેક્ટ્રિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય તરફથી નાગરિકો માટે કેટલાક નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
Operation Sindoor Live
તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે, આઇટી મંત્રાલયે એક યાદી બહાર પાડી છે જેમાં નાગરિકોને 'શું કરવું અને શું ન કરવું' તે કહેવામાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા માટે, મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ યાદી બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર પછી, સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, અને લોકોને આનાથી બચાવવા માટે, મંત્રાલય દ્વારા હવે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
Critical Online Safety Alert always follow cybersecurity precautions. Stay cautious while online—don’t fall for traps or misinformation. Be patriotic, stay vigilant, stay safe.#Digitalindia #OperationSindoor pic.twitter.com/IIRKGzsh27
— Ministry of Electronics & IT (@GoI_MeitY) May 9, 2025
MeitY એ X પર પોસ્ટ કરી દેશના નાગરિકોને સતર્ક રહેવા અને જવાબદાર બનવાનું કહ્યું છે. મંત્રાલયે લખ્યું કે ઈન્ટરનેટની દુનિયામાં ઓનલાઈન સુરક્ષાનું ધ્યાન રાખો. જો તમે ઓનલાઈન છો તો એલર્ટ રહો અને કોઈ પ્રકારની ફેક અને ભ્રામક જાણકારીમાં ફસાવાથી બચો. મંત્રાલયે લખ્યું - દેશભક્ત બનો, સતર્ક રહો અને સુરક્ષિત રહો. ખોટી માહિતીની જાણ કરવા માટે મંત્રાલયે એક વોટ્સએપ નંબર અને ઈમેલ આઈડી પણ પ્રદાન કર્યો છે. જો તમને કોઈ ખોટા કે ભ્રામક સમાચાર મળે, તો તમે 8799711259 નંબર પર WhatsApp દ્વારા તેની જાણ કરી શકો છો. આ ઉપરાંત, તમારી પાસે આવા સમાચાર socialmedia@pib.gov.in પર મેઇલ કરવાનો વિકલ્પ પણ છે.
ઈન્ટરનેટ યુઝર્સે શું કરવું જોઈએ?
- જો તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છો તો માત્ર સરકારી સૂચનાઓ, હેલ્પલાઇન નંબર અને રાહત કાર્યોની સાચી જાણકારી બીજા સાથે શેર કરો.
- જો તમે કોઈ સમાચાર શેર કરી રહ્યાં છો તો પહેલા સરકારી સૂત્રો પાસેથી તેની સત્યતા તપાસી લો.
- જો તમને ડિજિટલ વર્લ્ડ પર ખોટા સમાચાર જોવા મળે તો તત્કાલ તેને રિપોર્ટ કરો.
આ પણ વાંચોઃ ભારત સરકારનો સૌથી મોટો નીતિગત નિર્ણય, હવે વધશે પાકિસ્તાનની મુશ્કેલી!
ઈન્ટરનેટ યુઝર્સે શું ન કરવું
- સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે પછી કોઈ અન્ય પ્લેટફોર્મ પર સેનાની ગતિવિધીની જાણકારી શેર ન કરો.
- કોઈપણ જાણકારીની તપાસ કર્યા વગર તેને આગળ ન મોકલો.
- સોશિયલ મીડિયા પર કે પછી કોઈ અન્ય પ્લેટફોર્મ પર એવી પોસ્ટ શેર ન કરો જેનાથી સાંપ્રદાયિક તણાવને પ્રોત્સાહન મળી શકે.
તમને જણાવી દઈએ કે ભારત આતંકવાદ સામે લડવા માટે પાકિસ્તાન વિરુદ્ધ સતત કડક પગલાં લઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર પછી, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ સેવાઓ અને અન્ય કંપનીઓ માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. મંત્રાલયે તમામ પ્લેટફોર્મને ભારતમાં પાકિસ્તાની વેબ સિરીઝ, ગીતો, પોડકાસ્ટ, વેબ સિરીઝ અને અન્ય કાર્યક્રમો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે