નવી દિલ્હીઃ ઓફ સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh) ભારતના તે ખાસ બોલરમાથી એક છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં 400થી વધુ વિકેટ ઝડપી છે. ટર્બનેટરના નામથી જાણીતો હરભજન ન માત્ર બોલર છે, પરંતુ તેની એક્શન પણ અનોખી છે. તેના જેવી એક્શનથી બોલિંગ કરનારી એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ પણ આ વીડિયો શેર કર્યો છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર આકાશ ચોપડા કોમેન્ટ્રેટરના રૂપમાં રમત સાથે જોડાયેલો છે. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે. આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યું, 'હરભજન સિંહ! એવું લાગે છે કે તમે આની પ્રેરણા છો. ચોક્કસ તે જ રીતે જેમ દેશમાં અન્ય સ્પિન બોલરોની પણ પ્રેરણા છો.' ભજ્જીના નામથી લોકપ્રિય હરભજન સિંહ આજકાસ સક્રિય ક્રિકેટર હોવાની સાથે-સાથે કોમેન્ટ્રી પણ કરી રહ્યો છે.
Hey @harbhajan_singh, looks like you’re her inspiration....like a lot of other aspiring spinners in the country ☺️👏🤗 #AakashVani pic.twitter.com/Oy6IxV4Zdb
— Aakash Chopra (@cricketaakash) October 23, 2019
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક યુવતી પોતાના ઘર પર જ બોલિંગની પ્રેક્ટિસ કરી રહી છે. તે પોતાનું રન-અપ લગભગ તેવું જ (બંન્ને હાથ ફેલાવીને) શરૂ કરે છે, જેમ હરભજન સિંહ કરતો હતો. પરંતુ ટ્વીટર પર એક યૂઝરે કહ્યું કે, આ યુવતીની એક્શનમાં જસપ્રીત બુમરાહની પણ ઝલક મળે છે.
બેલ્જિયમની ચેમ્પિયન ખેલાડી મરીકી વરવૂર્ટે પસંદ કર્યો ઇચ્છામૃત્યુનો માર્ગ
હરભજન સિંહ છેલ્લા ત્રણ વર્ષથી ટીમથી બહાર છે. તેણે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2016મા યૂએઈ વિરુદ્ધ રમી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 417 અને વનડે આંતરરાષ્ટ્રીયમાં 269 વિકેટ ઝડપી ચુક્યો છે. હરભજન આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે