IND vs NZ : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 2 માર્ચ, રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શાનદાર મેચ રમાશે. બંને દેશો વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યાથી રમાશે. ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો પહેલાથી જ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂકી છે.
ICC ટૂર્નામેન્ટમાં કોનું પલડું ભારે ?
આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત કરતાં ન્યૂઝીલેન્ડનું પલડું ભારે રહ્યું છે. જો કે, છેલ્લા ODI વર્લ્ડ કપ દરમિયાન ભારતે સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવ્યું હતું. ટેસ્ટ, ODI અને T20 ફોર્મેટમાં રમાતી ICC ટૂર્નામેન્ટમાં આજે પણ ભારત પર ન્યુઝીલેન્ડનો દબદબો યથાવત છે.
IPL 2025 : આ ખતરનાક ખેલાડી બનશે KKRનો કેપ્ટન! બોલ અને બેટથી મચાવે છે તબાહી
વર્લ્ડ કપમાં ભારત vs ન્યુઝીલેન્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ ODI વર્લ્ડ કપમાં 10 વખત સામસામે આવી ચુક્યા છે. ODI વર્લ્ડ કપમાં ભારતે 4 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 5 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી છે. તો T20 વર્લ્ડ કપમાં પણ ન્યૂઝીલેન્ડે ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. બંને ટીમો વચ્ચેની ત્રણેય મેચ કિવી ટીમે જીતી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત vs ન્યુઝીલેન્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ અત્યાર સુધી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માત્ર એક જ વખત સામસામે આવ્યા છે. વર્ષ 2000માં ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં ભારતને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે લગભગ 25 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં બંને ટીમો ફરી એક બીજા સામે ટકરાશે.
બરબાદીના આરે હતો કુલદીપ યાદવ...પછી NCAમાં રોહિતની એક વાતે બદલ્યું કિસ્મત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 118 ODI મેચ રમાઈ છે. ભારતે ન્યુઝીલેન્ડ સામે 60 ODI મેચ જીતી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 50 ODI મેચોમાં હરાવ્યું છે. 7 મેચ અનિર્ણિત રહી છે. આ સિવાય 1 મેચ ટાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે