Home> Sports
Advertisement
Prev
Next

ચેન્નઈના શાળાના વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કરતા બનાવી વિશ્વકપ ટ્રોફીની પ્રતિકૃતિ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ના અવસર પર ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વકપ રમી રહેલી ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે  ચેન્નઈમાં શાળાના વિદ્યાર્થીઓએ વિશ્વકપની ટ્રોફીની પ્રતિકૃતિ બનાવતો યોગાભ્યાસ કર્યો.
 

ચેન્નઈના શાળાના વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કરતા બનાવી વિશ્વકપ ટ્રોફીની પ્રતિકૃતિ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન)ના અવસર પર ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વિશ્વ કપમાં રમી રહેલી ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે ચેન્નઈમાં શાળાના વિદ્યાર્થીઓએ વિશ્વકપની ટ્રોફીની પ્રતિકૃતિ બનાવતો યોગાભ્યાસ કર્યો. સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં ભારતના રાષ્ટ્ર્ય ધ્વજ 'તિરંગા'ની સામે આ વિદ્યાર્થીઓ બેઠા કે વિશ્વકપની ટ્રોફીની પ્રતિકૃતિ ઉભરીને સામે આવી. છાત્રોએ આ અવસર પર વિભિન્ન યોગાસનોનો અભ્યાસ કર્યો હતો. આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ શાળાના છાત્રો દ્વારા વિશ્વકપની ટ્રોફી બનાવતા યોગાભ્યાસની તસ્વીરો શેર કરવામાં આવી છે. આઈસીસીએ પોતાના કેપ્શનમાં લખ્યું, ટીમ ઈન્ડિયા પ્રત્યે આ પ્રકારનો સમર્પણ ભાવ અતુલનીય છે. ચેન્નઈની શાળાના વિદ્યાર્થીઓ તરફથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર આ તસ્વીર. 

fallbacks

ઉલ્લેખનીય છે કે 26 મે 2014ના ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આપેલા પોતાના ભાષણમાં 21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને યૂએનના લગભગ તમામ સભ્ય દેશોએ પોતાની માન્યતા અને સ્વીકૃતિ પ્રદાન કરી હતી. ત્યારબાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના વિશ્વભરમાં ઉજવવામાં આવ્યો હતો. આ અવસર પર ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની નવી દિલ્હીના રાજપથ પર 30 હજાર લોકોની સાથે યોગાભ્યાસ કર્યો. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. આ વખતે 5મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ પર્યાવરણ સક્રિયતા કે ક્લાઇમેટ એક્શન રાખવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More