Home> Sports
Advertisement
Prev
Next

ક્રિસ ગેલ કે મેક્સવેલ નહીં…આ બેટ્સમેને ફટકારી છે વિશ્વ ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સ

Longest Six : ક્રિકેટની  રમતમાં અનેક રેકોર્ડ બનતા હોય છે અને તૂટતા હોય છે, પરંતુ એક એવો રેકોર્ડ છે, જે 100 વર્ષથી અકબંધ છે, આજ સુધી તેને કોઈ તોડી શક્યું નથી. આ રેકોર્ડ સૌથી લાંબી સિક્સ ફટકારવાનો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે,  સૌથી લાંબી સિક્સ કોણે ફટકારી હતી. 

ક્રિસ ગેલ કે મેક્સવેલ નહીં…આ બેટ્સમેને ફટકારી છે વિશ્વ ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સ

Longest Six : ક્રિકેટની રમતમાં સૌથી લાંબી સિક્સર ફટકારવાનો રેકોર્ડ ન તો ક્રિસ ગેલના નામે છે અને ન તો મહેન્દ્રસિંહ ધોની અને ગ્લેન મેક્સવેલના નામે છે. 100 વર્ષ પહેલા ક્રિકેટમાં સૌથી લાંબી છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો, પરંતુ આજ સુધી કોઈ આ રેકોર્ડની નજીક પણ આવી શક્યું નથી.

fallbacks

આ બેટ્સમેને વિશ્વ ક્રિકેટમાં ફટકારી છે સૌથી લાંબી સિક્સ 

ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સ 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટે ફટકારી હતી. આલ્બર્ટ ટ્રોટ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. 19મી સદીમાં આલ્બર્ટે એક સિક્સર ફટકારી જે લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનને પાર કરી ગઈ. તેના છગ્ગાની લંબાઈ 164 મીટર હતી. ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી લાંબી સિક્સર હતી. આલ્બર્ટે મેરીલેબોન ક્રિકેટ ક્લબ ઓફ ઈંગ્લેન્ડ તરફથી રમતી વખતે ઓસ્ટ્રેલિયા સામે આ શોટ માર્યો હતો. આ એ જ શોટ હતો જેમાં બોલ બાઉન્ડ્રીને પાર કરી ગયો હતો.

IPL 2025ની છઠ્ઠી મેચમાં આખરે નવા નિયમનો થયો ઉપયોગ, રાજસ્થાન રોયલ્સ બની પ્રથમ ટીમ

164 મીટરની સિક્સ 

આલ્બર્ટ ટ્રોટ 19મી સદીના સૌથી ખતરનાક બેટ્સમેનોમાંના એક હતા. તે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને માટે ક્રિકેટ રમ્યો છે. ઈતિહાસમાં સૌથી લાંબી સિક્સર આલ્બર્ટના નામે છે. તેણે 164 મીટરની સિક્સ મારવાની સિદ્ધિ મેળવી છે. 19મી સદીમાં આલ્બર્ટ ટ્રોટના નામથી બોલરો ડરતા હતા. એટલું જ નહીં બોલિંગમાં પણ તે બેટ્સમેનો માટે ઘાતક સાબિત થયો છે. 

આફ્રિદીના નામે આટલા મીટરની સિક્સ 

પાકિસ્તાનના પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ઘણી ખતરનાક અને વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. શાહિદ આફ્રિદીએ વર્ષ 2013માં સાઉથ આફ્રિકા સામે 158 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી.

IPL 2025 : પ્લેઓફની રેસ શરૂ...5 મેચ પછી કોણ આગળ ? જાણો તમારી ફેવરિટ ટીમનું રેન્કિંગ

યાદીમાં બે ભારતીયોના નામ પણ સામેલ છે

સૌથી લાંબી સિક્સ ફટકારનાર ખેલાડીઓની યાદીમાં બે ભારતીયો પણ સામેલ છે, જેમાં યુવરાજસિંહ અને મહેન્દ્રસિંહ ધોનીનું નામ છે. યુવરાજસિંહે 119 મીટરની સિક્સ ફટકારી છે. યુવીના નામે ટી-20માં 6 બોલમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ સામેલ છે. જ્યારે એમએસ ધોનીએ 112 મીટરની સિક્સ ફટકારી છે. વર્ષ 2007માં T20 વર્લ્ડ કપમાં ભારતના યુવરાજસિંહે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી 70 રનની ઇનિંગ દરમિયાન બ્રેટ લીના બોલ પર 119 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. 

મહેન્દ્રસિંહ ધોની

ધોનીએ વર્ષ 2011-12માં સીબી સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ સિક્સ ફટકારી હતી. આ સિક્સ લોંગ ઓફની દિશામાં મારી હતી, જે તે સ્ટેડિયમની ખૂબ મોટી બાઉન્ડ્રી હતી, પરંતુ ધોનીની આ સિક્સ સરળતાથી તે બાઉન્ડ્રી પાર કરી ગઈ અને 112 મીટરનું અંતર કાપ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More