નવી દિલ્હીઃ દીકરીના લગ્ન જેવા મોટા ખર્ચને લઈને હંમેશા લોકો પરેશાન રહે છે. તેવામાં આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે તમે તમારી દીકરીના લગ્ન માટે પ્લાનિંગ કઈ રીતે કરી શકો છો.
તમે તમારી દીકરીના લગ્ન માટે 10,000 રૂપિયાની માસિક SIP (Systematic Investment Plan) થી એક યોજના બનાવી શકો છો. ધારી લો કો તમારી દીકરીના લગ્ન 15 વર્ષ બાદ થશે. 15 વર્ષ બાદના ફુગાવાને ધ્યાનમાં રાખી આ રકમ વધી લગભગ 50-60 લાખ રૂપિયા થઈ શકે છે.
SIP વળતર: મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ વાર્ષિક વળતર 12% ધારો (ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ માટે આ સામાન્ય અંદાજ છે).
ફુગાવો: વાર્ષિક 6%
માસિક રોકાણઃ રૂ. 10,000
કુલ સમય: 15 વર્ષ = 180 મહિના
વળતર: વાર્ષિક 12%
તમને 15 વર્ષ માટે રૂ. 10,000ની SIPથી લગભગ રૂ. 47.5 લાખ મળશે. આ 50 લાખના લક્ષ્યની ખૂબ નજીક છે.
આ પણ વાંચોઃ સોનાએ પાછી ચિંતા વધારી, લેટેસ્ટ ભાવ જાણીને ધ્રાસકો પડી જશે, ચાંદી પણ ઉછળી, જાણો રેટ
એક સારા ઈક્વિટી મ્યૂચુઅલ ફંડ (Large Cap કે Flexi Cap) માં SIP શરૂ કરો. જો સંભવ હોય તો દર વર્ષે SIP રકમને 5-10 ટકા વધારો (જેમ 2 વર્ષ બાદ 11,000 રૂપિયા કરી દો). તેનાથી આ લક્ષ્ય સરળતાથી હાસિલ કરી શકાશે. જેમ-જેમ લગ્નનો સમય નજીક આવશે (છેલ્લા 2-3 વર્ષ) રોકાણને ઈક્વિટીથી ડેટ ફંડમાં શિફ્ટ કરો જેથી બજારના જોખમોથી બચી શકાય.
જ્યારે લગ્નનો સમય 10 વર્ષથી ઓછો હોય, તો SIP રકમ ટાર્ગેટ રકમ (દા.ત. રૂ. 15,000-20,000 માસિક) અનુસાર વધારવી પડી શકે છે. તમારી આવક, ખર્ચ અને જોખમની ભૂખના આધારે યોજના બનાવવા માટે નાણાકીય સલાહકાર સાથે મળો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે