Home> Sports
Advertisement
Prev
Next

પ્રતિબંધિત વોર્નર વર્લ્ડ કપમાં દાવેદારી રજૂ કરવા તૈયાર

માર્ચ મહિનામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન થયેલા બોલ ટેમ્પરિંગના વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. 
 

પ્રતિબંધિત વોર્નર વર્લ્ડ કપમાં દાવેદારી રજૂ કરવા તૈયાર

ડાર્વિનઃ બોલ ટેમ્પરિંગ વિવાદમાં એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નરે કહ્યું કે, આગામી વર્ષે આઈસીસી વિશ્વકપ રમવાની શક્તિ ધરાવે છે. 

fallbacks

માર્ચમાં વોર્નર પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પ્રતિબંધ લગાવ્યો હતો અને આગામી માર્ચમાં તેનો પ્રતિબંધ સમાપ્ત થશે. આગામી વર્ષે  મેમાં ઈંગ્લેન્ડમાં વિશ્વ કપ રમાશે. આ પ્રમાણે વોર્નર ટીમમાં પોતાનો દાવો રજૂ કરવા માટે તૈયાર છે. વોર્નર આ સમયે એનટી સ્ટ્રાઇક લીગમાં સિટી સાઇક્લોંસ તરફથી રમી રહ્યો છે. આ લીગમાં વાપસી કરતા વોર્નરે 32 બોલમાં 36 રન બનાવ્યા હતા. 

વોર્નરે ક્રિકઇન્ફોને કહ્યું, હું જાણું છું કે મને બ્રેક મળ્યો, તેનાથી ફાયદો થઈ રહ્યો છે. તમે એક રાતમાં ફોર્મ ગુમાવતા નથી. હું પેટ કમિન્સ, જોશ હેઝલવુડ જેવા બોલરોને રમું છું, જેને વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાં ગણું છું. હું જો પ્રતિબંધ દરમિયાન ટ્રેનિંગમાં તેને સતત રમતો રહું તો મને લાગે છે કે વાપસી કરી શકું છું. 

તેણે કહ્યું કે, પ્રતિબંધ પૂર્ણ થયા બાદ વિશ્વ કપ શરૂ થતા પહેલા મહત્વના સ્તર પર રમવાની તક મળશે. ડાબા હાથના આ બેટ્સમેને કહ્યું, ઘણા પ્રેક્ટિસ મેચ થશે. હું આઈપીએલમાં રમીશ. ખૂબ ક્રિકેટ રમવાનું છે. ત્યાં ઘણા વિશ્વ સ્તરના ખેલાડીઓ રમશે, જેનાથી મને તૈયારી કરવાની તક મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More