Home> Sports
Advertisement
Prev
Next

IND vs SL: કરિયરની 100મી ટેસ્ટ, રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને સોંપી સ્પેશિયલ કેપ, અનુષ્કા રહી હાજર

ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થઈ ગયો છે. આ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ ક્ષણ છે. કોહલી પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 

IND vs SL: કરિયરની 100મી ટેસ્ટ, રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને સોંપી સ્પેશિયલ કેપ, અનુષ્કા રહી હાજર

મોહાલીઃ વિરાટ કોહલી આજે શ્રીલંકા વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરની 100મી મેચ રમી રહ્યો છે. આ ખાસ સિદ્ધિ પર ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે તેનું ટીમ ઈન્ડિયાની ખાસ કેપ આપીને સન્માન કર્યુ. મોહાલી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત ત્રણ સ્પિનર અને બે ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યો છે. તો ટીમમાં ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારી અને શ્રેયસ અય્યરને તક મળી છે. 

fallbacks

વિરાટ કોહલીને કેપ આપતા રાહુલ દ્રવિડે કહ્યુ- તમે તેને યોગ્ય છે, તમે તેને મહેનતથી મેળવી છે અને આશા છે કે આ બસ શરૂઆત છે, આગળ ઘણું થવાનું છે. જેમ આપણે ડ્રેસિંગ રૂમમાં કહીએ છીએ, તેને ડબલ કરો. 

તો કોહલીએ આ કેપને રિસીવ કરતા કહ્યુ- આ મારા માટે ખાસ ક્ષણ છે. મારી પત્ની અહીં છે અને ભાઈ પણ. બધાને ખુબ ગર્વ છે. આ ખરેખર એક ટીમ ગેમ છે અને આ તમારા વગર સંભવ ન થઈ શકે. બીસીસીઆઈનો આભાર. હાલના સમયમાં અમે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમવાની સાથે આઈપીએલની મેચ રમીએ છીએ, આગામી પેઢી જો કંઈ લઈ શકે છો મેં ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમી છે. 

આ પણ વાંચોઃ આઈપીએલ 2022નો ખિતાબ જીતવાનું ધોનીનું સપનું રહી શકે છે અધૂરું, CSK ટીમમાં છે આ 3 નબળાઇ!

કોહલીએ આ દરમિયાન દ્રવિડને પોતાના આઇડલ ગણાવતા અન્ડર-15ની તે ક્ષણને યાદ કરી જ્યારે તે એનસીએમાં મળ્યા હતા. વિરાટ કોહલી ભારત માટે 100મી ટેસ્ટ મેચ રમનાર 12મો ખેલાડી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More