લંડનઃ ઈંગ્લેન્ડની સીમિત ઓવર ક્રિકેટ ટીમના બધા સભ્યો સેલ્ફ-આઇસોલેશનમાં જતા રહ્યાં છે. ટીમના ત્રણ ખેલાડી અને ચાર સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ જાણકારી આપી છે.
ઈસીબીએ નિવેદન જારી કરી રહ્યુ- બ્રિસ્ટલમાં સોમવારે કરવામાં આવેલા પીસીઆર ટેસ્ટમાં ઈસીબી તે વાતની પુષ્ટિ કરે છે કે પુરૂષ વનડે ટીમના સાત સભ્યો- જેમાં ત્રણ ખેલાડી અને ચાર મેનેજમેન્ટના સભ્યો છે તે કોવિડ પોઝિટિવ આવ્યા છે.
સંક્રમિતોના સંપર્કમાં આવનાર લોકોને યૂકે સરકારના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે ચાર જુલાઈથી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. ટીમના બાકી સભ્યોને પણ સંપર્કમાં આવેલા માની લેવામાં આવ્યા છે અને તે ખુદને આઇસોલેશનમાં રાખશે.
The ECB can confirm that seven members of the England Men's ODI party have tested positive for COVID-19.
— England Cricket (@englandcricket) July 6, 2021
ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ છ મેચોની સીમિત ઓવરોની સિરીઝ રમવાની છે. તેમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ સામેલ છે. સિરીઝની પ્રથમ મેચ કાર્ડિફમાં 8 જુલાઈથઈ રમાશે. આ સિરીઝ નક્કી કાર્યક્રમ પ્રમાણે આગળ વધશે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ મંગળવારે નવી ટીમની જાહેરાત કરશે. આ ટીમની કમાન બેન સ્ટોક્સ સંભાળશે. જે આ સિરીઝ સાથે ઈજા બાદ વાપસી કરી રહ્યો છે.
ઈસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ટોમ હેરિસને કહ્યુ- અમને આ વાતનો અંદાજ હતો કે ડેલ્ટા વેરિએન્ટના વધવા અને સાથે મજબૂત બાયો સિક્યોર બબલથી હટવાને કારણે સંક્રમણના કેસ વધી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે