Home> Sports
Advertisement
Prev
Next

Michael Clarke: વિશ્વ વિજેતા કેપ્ટનની ગર્લફ્રેન્ડે જાહેરમાં ધોલાઈ કરી, વાયરલ થયો અર્ધનગ્ન હાલતનો વીડિયો

Michael Clarke: 2015 માં પોતાની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર માઇકલ ક્લાર્ક એકવાર ફરી વિવાદોમાં ફસાયો છે. આ વખતે તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેની ગર્લફ્રેન્ડ ક્લાર્કને માર મારી રહી છે. 

Michael Clarke: વિશ્વ વિજેતા કેપ્ટનની ગર્લફ્રેન્ડે જાહેરમાં ધોલાઈ કરી, વાયરલ થયો અર્ધનગ્ન હાલતનો વીડિયો

નવી દિલ્હીઃ માઇકલ ક્લાર્કના અંગત જીવનમાં ફરી ભૂકંપ આવી ગયો છે. માઇકલ ક્લાર્લ પર તેની પ્રેમિકા ઝેડ યારબ્રોજે છેતરપિંડી કરવાનો આપોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્લાર્કને તેની પ્રેમિકા લાફા મારી રહી છે. અંતમાં ક્લાર્ક ઝેડ યારબ્રોજની બહેન જૈસ્મીનને મુક્કા મારે છે. ડેલી ટેલીગ્રાફે ક્લાર્ક અને ઝેડ યારબ્રોજની આ ઘર્ષણને લઈને પોસ્ટ પણ કરી છે. 

fallbacks

વીડિયોમાં માઇકલ ક્લાર્ક અર્ધનગ્ન જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ક્લાર્કને પોતાના ઉપર લાગેલા આરોપોનો ઇનકાર કરતો સાંભળી શકાય છે. ક્લાર્ક વીડિયોમાં કહી રહ્યો છે કે સમ ખાવ છું આ સત્ય નથી. હું મારી દીકરીની જિંગદીના સોગંદ ખાવ છું. રિપોર્ટ અનુસાર માઇકલ ક્લાર્ક પોતાની પ્રેમિકા, યારબ્રોઝની બહેન જૈસ્મીન અને તેના પતિ કાર્લ સ્ટેફનોવિકની સાથે રજાઓ પર ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ચારેય પોતાના મિત્રની સાથે ડિનર પર હતા, ત્યારે આ વિવાદ શરૂ થયો. યાસબ્રોઝની બહેન જૈસ્મીન ઓસ્ટ્રેલિયાની જાણીતી ટીવી હોસ્ટ છે. 

ક્લાર્કના અંગત જીવનમાં ઉથલપાથલ
વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટનનું નામ સૌથી પહેલા મોડલ લારા બિંગલની સાથે જોડવામાં આવ્યું હતું. 2007માં બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું. વર્ષ 2010માં બિંગલની શાવરવાળી તસવીરો સોશિયલ મીડિયામાં લીક થયા બાદ ક્લાર્ક અને બિંગલ 2010માં અલગ થઈ ગયા. વર્ષ 2012માં ક્લાર્કે કાઇલી બોલ્ડીની સાથે લગ્ન કર્યા. 

કાઇલી બોલ્ડી સિડનીના વેસ્ટફીલ્ડ્સ સ્પોર્ટ્સ હાઈમાં ક્લાર્કની ક્લાસ મેટ રહી ચુકી છે. કાઇલી અને ક્લાર્કે વર્ષ 2015માં એક સાથે બાળકનું સ્વાગત કર્યું હતું. પરંતુ 2020માં બંને વચ્ચે છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ ક્લાર્કે ફેશન ડિઝાઇનર પિપ એડવર્ડ્સને ડેટ કરવાનું શરૂ કર્યું, પરંતુ બંને જલદી અલગ થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ Shubman Gill બેવડી સદીની નજીક પહોંચ્યો અને ઉપરાઉપરી એક ઓવર કેમ માર્યા 5 છગ્ગા? જાણો

પોલીસ કરી રહી છે તપાસ
ફુટેજ સામે આવ્યા બાદ ક્વીસલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ગુરૂવારે કહ્યું- ક્વીસલેન્ડ પોલીસ એક 30 વર્ષીય મહિલા અને 41 વર્ષીય પોલીસ વચ્ચે થયેલી ઘટનાની તપાસ કરી રહી છે. ક્લાર્ક 41 વર્ષનો છે અને તેની ગર્લફ્રેન્ડ 30 વર્ષની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More