Home> Sports
Advertisement
Prev
Next

અમદાવાદમાં યોજાશે જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ, ખેલાડીઓ માટે મોટી તક, આ રીતે થશે રજીસ્ટ્રેશન

આ ટૂર્નામેન્ટ 24 થી 27 મે દરમિયાન સાબરમતિ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી, અમદાવાદ ખાતે યોજાશે. આ વિવિધ એજ ગ્રૂપ અને સ્કિલ લેવલ માટેની ઓપન ટૂર્નામેન્ટ રહેશે. આ ટૂર્નામેન્ટ માટે 1 થી 22 મે 2025 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

અમદાવાદમાં યોજાશે જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ, ખેલાડીઓ માટે મોટી તક, આ રીતે થશે રજીસ્ટ્રેશન

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત સ્પોર્ટ્સ ટેનિસ એસોસિએશન (જીએસટીએ) સાથે જોડાણ કરી અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા અમદાવાદના પાલડી ખાતે આવેલ વૈશ્વિક સ્તરીય સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે સ્ટેટ લેવલની ટેનિસ સ્પર્ધા- જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું 24 થી 27 મે દરમિયાન આયોજન કરાયું છે.

fallbacks

કાલે સક્રિય થશે સિસ્ટમ: ઉ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

આ વિવિધ એજ ગ્રૂપ અને સ્કિલ લેવલ માટેની ઓપન ટૂર્નામેન્ટનો હેતુ ક્ષેત્રના ઉભરતા અને જાણીતા ખેલાડીઓને એક મંચ પર લાવવાનો છે. પ્રોફેશનલ મેચ મેનેજમેન્ટ અને ઉચ્ચ સ્તરીય સુવિધાઓ ઈવેન્ટમાં ઉચ્ચ કક્ષાના મુકાબલાના સાક્ષી બનાવશે અને તેમાં તમામ પ્રકારના બેકગ્રાઉન્ડ ધરાવતા ખેલાડીઓ રમતા જોવા મળશે.

અમદાવાદ-અંકલેશ્વરમાં મોટા રેકેટનો પર્દાફાશ; કેમિકલના નામે લાખોનું ઝડપાયું બલ્ક ડ્રગ

આ ટૂર્નામેન્ટ માટે રજીસ્ટ્રેશન 1 થી 22 મે, 2025 દરમિયાન કરાવી શકાશે. ટૂર્નામેન્ટના આયોજકો તેમાં ભાગ લેવા માટે એમેચ્યોર અને સેમિ પ્રોફેશનલ ખેલાડીઓ ઉપરાંત વિવિધ વય કેટેગરીના અનુભવી એથ્લિટ્સ, જૂનિયર ખેલાડીઓના વાલીઓ, સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો તથા સ્થાનિક ટેનિસ ક્લબો ભાગ લેશે. 

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં બોર્ડર પાસેના ગામ ઘંડિયાળીથી મોટા સમાચાર

આ પહેલ અદાણી સ્પોર્ટ્સલાઈનના શહેરમાં સક્રિય જીવનશૈલી અને રમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની કટિબદ્ધતાનો ભાગ છે. પ્રોફેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મોટી સંખ્યામાં સ્પર્ધકોને જોતા જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 એ ગુજરાતના ટેનિસ કેલેન્ડરની મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ બનવા જઈ રહી છે. 

ભારતના ચૂંટણી પંચની ત્રણ મહત્ત્વપૂર્ણ નવી પહેલ, હવે નાગરિકોને નહીં પડે કોઈ તકલીફ

અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજીત ટૂર્નામેન્ટમાં આ કેટેગરીમાં ખેલાડીઓ ભાગ લઈ શકશે:

  • મિક્સ્ડઃ અંડર-8
  • બોય્ઝ અને ગર્લ્સઃ અંડર-10, અંડર-12, અંડર-14, અંડર-16
  • પુરુષઃ સિંગલ્સ, ડબલ્સ, 35+ સિંગલ્સ, 35+ ડબલ્સ, 45+ સિંગલ્સ, 45+ ડબલ્સ
  • મહિલાઃ સિંગલ્સ
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More