ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં દવાના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર-બનાવટી દવાના વેચાણમા સંકળાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તંત્ર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે તાજેતરમાં માન્ય પરવાના વગર દવાના ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ અન્ય કંપનીઓમાં દરોડા પાડી Pregabalin નામના અંદાજીત રૂ. ૨૧.૫૦ લાખની કિંમતનો બલ્ક ડ્રગનો ૧૦૦૦ કિ.ગ્રા. જથ્થો જપ્ત કરાયો છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં બોર્ડર પાસેના ગામ ઘંડિયાળીથી મોટા સમાચાર
આ સંદર્ભે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, તંત્રને મળેલ બાતમી મુજબ એ.પી.આઇ.નું ટ્રેડીંગ કરતી મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદને ત્યાં દરોડો પાડતાં અંદાજીત રૂ.૮૫ લાખની કિંમતનું ૪,૩૦૦ કિ.ગ્રા. Pregabalin Pregabalin નું વેચાણ કર્યાના પુરાવા મળ્યા હતા. અંકલેશ્વર ખાતે મે. એક્ષીસ ફાર્માકેમ કે જેના માલીક પ્રવીણભાઇ પટેલ અને આઇકોનીક ફાર્માકેમના ભાગીદારો ભાવેશભાઇ તથા અન્યની સંડોવણીથી આઇકોનીક ફાર્માકેમ, પાનોલી દ્વારા તેઓની કેમીકલ ફેકરીમાં દવા બનાવવાના કોઇપણ જાતના પરવાના ન હોવા છતાં Pregabalin દવા બનાવતાં પકડી પાડેલ છે. આ જગ્યાથી રૂ. ૨૧.૫૦ લાખની કિંમતનો ૧૦૦૦ કિ.ગ્રા. Pregabalin દવાનો જથ્થો નમુના લઈ કાયદેસરની કાર્યવાહી હેઠળ જપ્ત કરાયો છે.
પાકિસ્તાનને એક નવો ઝટકો આપવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, ત્રણ બાજુથી PAKની ઘેરાબંધી
તેમણે ઉમેર્યું હતું કે, મે. એક્ષીસ ફાર્માકેમ પેઢી પોતાના લાયસન્સનો ઉપયોગ કરીને કોઇપણ જાતના ડોક્યુમેન્ટ બનાવ્યા વગર મે. આઇકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચ માંથી Pregabalin IP મેળવી ૧ કિ.ગ્રા.ના રૂ. ૨૦૦નું કમીશન લઈ લેબલ લગાવી વેચાણ બીલો બનાવી તેમના લાયસન્સ નંબરનો પણ ઉપયોગ કરી આ કેસમાં સીધીરીતે પણ સંડોવણી હોવાની જાણ થઈ છે. આ બનાવટનું ટેસ્ટીંગ મે. બાયોક્રોમ એનાલિટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચ દ્વારા PTL નાં કોઇપણ જાતના લાયસન્સ ન હોવા છતાં, કાયદેસરનાં કોઇપણ જાતનાં ડોક્યુમેન્ટ રાખ્યાં વગર તેઓને વ્હોટ્સપ દ્વારા ટેસ્ટ રીપોર્ટ બનાવી આપતા હોવાનું આ કેસમાં ખુલાસો થયો છે.
આ કેસમાં વધુ તપાસ કરતાં મે. એસ્ટીંમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદની ભરૂચમાં બ્રાન્ચ ચાલુ કરી કોઇપણ જાતનાં લાયસન્સ વગર API Pregabalin તથા અન્ય API કેમીકલનું વેચાણ કરતાં, કોમ્યુટરમાં જાતે જ ટેસ્ટ રીપોર્ટ બનાવી API નું મોટાપાયે વેચાણ કરતાં હોવાનું તંત્રએ જાણ્યું હતું. તેમને તે સ્થળેથી API Pregabalin નું સેમ્પલ સેમ્પલ વડોદરા લેબોરેટરી ખાતે મોકલી ૩૫ કિગ્રા દવાનો મુદ્દામાલ કબજે કરાયો છે.
કાલે સક્રિય થશે સિસ્ટમ: ઉ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ
આમ, આ સમગ્ર દવાનાં કૌંભાંડમાં મે. એસ્ટીમ એન્ટરપ્રાઇઝ, અમદાવાદ અને ભરૂચના માલિક નિમેષ શાહ અને પ્રોડક્શન એક્ઝ્યુકેટીવ હરીશ અશ્વિનભાઇ જોષી, મે. એક્ષીસ ફાર્માકેમ, અંકલેશ્વર, ભરૂચના માલિક પ્રવિણભાઇ પટેલ, મે. આઈકોનીક ફાર્માકેમ, પાનોલી, ભરૂચના માલીક ભાવેશભાઇ ઘનશ્યામભાઇ ચલોડિયા અને મે. બાયોક્રોમ એનાલીટીકલ લેબ, અંકલેશ્વર, ભરૂચના માલિક લલીત ફુલાભાઇ રૈયાણી સામેલ છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં કોડીન ઘટક ધરાવતા શિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો, સન ફાર્માની ડૂપ્લીકેટ દવા લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ કરતા ઇસમો અને ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મે. શ્રી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ડર ફેલાયો છે.
Ahmedabadના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં યોજાશે IPL મેચ, મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર
વધુમાં આ તંત્રના અધિકારીઓ આ દવામાં વપરાતા એ.પી.આઇ. કઇ-કઇ માર્કેટીંગ કંપનીઓનું તેમજ અન્ય ઉત્પાદકોના લાયસન્સ વાપરી દવા બનાવી ગેરકાયદેસર રીતે વેચતા હતા તથા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આ દવાનું વેચાણ ક્યાં-ક્યાં અને કેટલા સમયથી થતું હતું તેની આગળની તપાસ ચાલુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે