Home> Sports
Advertisement
Prev
Next

W, W, W...સતત 3 બોલ પર 3 વિકેટ પડી, છતાં કોઈ બોલરને ના મળી હેટ્રિક, જાણો કેમ ?

IPL 2025 : શનિવારે રમાયેલી IPL મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 36 રને હરાવ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સને IPL 2025 સિઝનમાં તેમની શરૂઆતની બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતની ઇનિંગ દરમિયાન સતત 3 બોલ પર 3 વિકેટ પડી, છતાં કોઈ બોલરને હેટ્રિક મળી નહોતી.  

W, W, W...સતત 3 બોલ પર 3 વિકેટ પડી, છતાં કોઈ બોલરને ના મળી હેટ્રિક, જાણો કેમ ?

IPL 2025 : IPL 2025ની 9મી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ આ મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની ઇનિંગ દરમિયાન સતત ત્રણ બોલમાં 3 વિકેટ પડી હતી. તેમ છતાં પણ કોઈ બોલરને હેટ્રિક મળી નહોતી.

fallbacks

હારના દુ:ખ વચ્ચે MI માટે ખરાબ સમાચાર ! BCCIએ હાર્દિક પંડ્યાને આપી મોટી સજા

18મી ઓવર સુધીમાં ગુજરાતની ટીમનો સ્કોર 4 વિકેટે 179 રન થઈ ગયો હતો અને ટીમ 200 રનના સ્કોર સુધી પહોંચે તેવું લાગી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ અચાનક સતત 3 બોલમાં 3 વિકેટ પડી હતી. પરંતુ કોઈ બોલરને તેના ખાતામાં હેટ્રિક મળી નહોતી. આવું એટલા માટે થયું કારણ કે આ 3 વિકેટ બે અલગ-અલગ ઓવરમાં પડી હતી અને આ ત્રણ વિકેટોમાંથી એક વિકેટ રન આઉટના રૂપમાં પડી હતી.

"પ્યાર છુપતા નહીં હૈ..." IPL મેચમાં જોવા મળી પંડ્યાની 'લેડી લવ' જાસ્મીન વાલિયા

ઈનિંગની 18મી ઓવરમાં સાઈ સુદર્શન ટ્રેન્ટ બોલ્ટના છેલ્લા બોલ પર કેચ આઉટ થયો હતો. આ પછી નવા બેટ્સમેન તરીકે રાહુલ તેવટિયા 19મી ઓવરના પહેલા જ બોલ પર રનઆઉટ થયો હતો. આ જ ઓવરના બીજા બોલ પર દીપક ચહરની ઓવરમાં શેરફેન રધરફોર્ડ પણ આઉટ થયો હતો. આ રીતે ગુજરાતે માત્ર 179 રનના સ્કોર પર સતત 3 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પણ ગુજરાતની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવવામાં સફળ રહી હતી.

IPL 2025 : ગુજરાતના આ ખેલાડી સાથે પંડ્યાની ગરમાગરમી, મેદાનની વચ્ચે કર્યો આવો ઈશારો

ગુજરાત તરફથી સાઈ સુદર્શને 41 બોલમાં 63 રન બનાવ્યા હતા. તેના સિવાય કેપ્ટન શુભમન ગિલે 27 બોલમાં 38 રન અને જોસ બટલરે 24 બોલમાં 39 રન બનાવ્યા હતા. મુંબઈ માટે કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More