Myanmar Earthquake: મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપે દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. હવે તેની ભવિષ્યવાણીને લઈને કેટલાક દાવા કરવામાં આવ્યા છે. અહીં બન્યું એવું કે તાજેતરમાં જ દુર્લભ ઓરફિશ ડૂમ્સડે ફિશ એટલાન્ટિક મહાસાગરના કેનેરી ટાપુઓમાં જોવા મળી હતી. તેને 'પ્રલયની માછલી' કહેવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે, તે દેખાયા બાદ કુદરતી આફતો આવે છે. તે લાંબુ, રિબન જેવું ચળકતું શરીર ધરાવે છે અને તેને સમુદ્રના ઊંડાણમાં રહેવું ગમે છે. જ્યારે તે સપાટી પર દેખાય છે, ત્યારે લોકો તેને કોઈ અનહોનીનો સંકેત માને છે. આ ભૂકંપનું કનેક્શન પણ તેની સાથે જ જોડવામાં આવી રહ્યું છે.
સૌથી વધુ માન્યતાઓ જાપાનમાં...
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આ રહસ્યમય માછલી વિશે સૌથી વધુ માન્યતાઓ જાપાનમાં છે. ત્યાં તેને 'રયુગુ નો ત્સુકાઈ' એટલે કે 'સમુદ્ર દેવતાના મહેલની દૂત' કહેવામાં આવે છે. 2011માં જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપ અને સુનામીના થોડા મહિના પહેલા દરિયાકિનારા પર ઘણી ઓરફિશ જોવા મળી હતી. તેવી જ રીતે 2017માં ફિલિપાઈન્સમાં ઓરફિશ દેખાયા પછી જ ભૂકંપ આવ્યો હતો. જો કે, આ માછલી ઘણી વખત જોવામાં મળી હતી, પરંતુ કોઈ દુર્ઘટના થઈ નથી, જે આ માન્યતા પર પણ સવાલો ઉભા કરે છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભરઉનાળે આ જિલ્લામાં મેઘો મચાવશે તાંડવ!હવામાન વિભાગની આગાહી
તેને ઓરફિશ સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યાં..
હવે, ઓરફિશ દેખાયાના થોડા સમય પછી મ્યાનમાર અને થાઈલેન્ડમાં જોરદાર ભૂકંપ આવ્યો. શુક્રવારે મ્યાનમારમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો, જેની અસર થાઈલેન્ડ સુધી જોવા મળી હતી. આ ભૂકંપના કારણે અનેક ઈમારતોને નુકસાન થયું હતું અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર લોકો તેને ઓરફિશ સાથે જોડી રહ્યા છે, જેના કારણે આ માન્યતા ફરી ચર્ચામાં આવી છે.
કરોડપતિ બનવાની 100 ટકા ગેરંટી, PPFની 15+5+5 ફોર્મ્યુલા બનાવી દેશે માલામાલ!
માછલીનું રહસ્ય અને ચર્ચાનો નિષય
જો કે, વૈજ્ઞાનિકો આ માન્યતાને નકારી કાઢે છે. તેમનું કહેવું છે કે, ઓરફિશ ઊંડા સમુદ્રમાં રહે છે અને પાણીની નીચે હલનચલન અનુભવી શકે છે. એટલા માટે તે ક્યારેક સપાટી પર આવે છે પરંતુ તેનો સીધો સંબંધ ભૂકંપ કે આફત સાથે નથી. જાપાનમાં થયેલી સ્ટડીએ પણ ઓરફિશ અને ભૂકંપ વચ્ચે કોઈ સીધો સંબંધ સાબિત કર્યો નથી. તેમ છતાં વારંવારના બનાવોને કારણે આ માછલી રહસ્ય અને ચર્ચાનો વિષય બની રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે