Gujarat Weather Forecast : ગુજરાતમાં આજથી વાતાવરણમા પલટો આવવાનો છે. 29 થી 31 માર્ચ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આવામાં 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાનાર છે. આ મેચમાં વરસાદનું વિધ્ન નડશે કે નહિ તેનું ટેન્શન ક્રિકેટ પ્રેમીઓને થયું છે. આખુ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ તેટલી ટિકિટ વેચાઈ છે. ત્યારે હવે વરસાદનું સંકટ માથે આવ્યુ છે. જોકે, અમદાવાદમાં 31 માર્ચના રોજની હવામાન વિભાગની આગાહી આવી છે, જે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે.
હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. જોકે, IPL મેચના રસિકો માટે સારા સમાચાર છે. IPL દરમિયાન અમદાવાદમાં વરસાદની શક્યતા નહિવત છે. આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આ ત્રણ દિવસોમાં કરા પડવાની શક્યતા નહિવત છે. કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટોર્મની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે. પરંતું આઈપીએલની મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહિવત છે.
ગુજરાત સરકારની લાલિયાવાડી : કેગના અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ
આઈપીએલની કુલ 7 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં પહેલી મેચ 31 માર્ચના રોજ રમાવાની છે.
અમદાવાદના સ્ટેડિયમમાં ક્યારે મેચ રમાશે
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર મોરબી વિસ્તારોમાં વરસાદની આગાહી છે. રાજકોટ જૂનાગઢ, સોમનાથ, અમરેલી, મોરબીમાં વરસાદ નોંધાશે. તો અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે. બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. જોકે, IPL મેચ દરમિયાન અમદાવાદમાં વરસાદ નહીં પડે.
જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે કે નહિ જેલમા રહેશે, શુક્રવારે લેવાશે નિર્ણય
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે