Home> Sports
Advertisement
Prev
Next

ગૌતમ ગંભીરને ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો; 21 વર્ષીય એન્જિનિયરિંગ યુવકે કર્યો મોટો કાંડ

Gautam Gambhir Death Threat Email: ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ સંસદ સભ્ય ગૌતમ ગંભીરને ISIS કાશ્મીરે મેઈલ દ્વારા મારી નાખવાની ધમકી આપી છે. આ ખબર પર મોટા ઘટસ્ફોટ થયો છે.

ગૌતમ ગંભીરને ધમકી આપનાર ગુજરાતી નીકળ્યો; 21 વર્ષીય એન્જિનિયરિંગ યુવકે કર્યો મોટો કાંડ

Gautam Gambhir: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાના કારણ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ચારેબાજુ એક્શન તેજ છે. આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ISIS કાશ્મીર તરફથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગૌતમ ગંભીરને ધમકીભર્યા મેલના સંબંધમાં મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ 21 વર્ષીય જીજ્ઞેશસિંહ પરમાર તરીકે થઈ છે જે ગુજરાતનો રહેવાસી છે. તેને સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ પોલીસની ટીમે પકડી પાડી તેની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી છે. તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે, જેના પરિવારે દાવો કર્યો છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે. વધુ તપાસ ચાલુ છે.

fallbacks

ભારત ક્યારે કરશે પાક પર હુમલો? PAKના પૂર્વ હાઈ કમિશ્નર અબ્દુલ બાસિતે જણાવી તારીખ

ગંભીરે નોંધાવી હતી એફઆઈઆર
ગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મારી નાખવાની ધમકી મળી હતી. આ વાતની જાણકારી સમાચાર એજન્સી એએનઆઈએ આપી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના કોચે પોલીસનો સંપર્ક કર્યો અને તત્કાળ પ્રભાવથી કાર્યવાહીની માંગણી કરી હતી. રજિન્દર નગર પોલીસ સ્ટેશન અને ડીસીપી સેન્ટ્રલ અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી કે ગંભીરે એફઆઈઆર નોંધવાની માંગણી કરી હતી. 

મુંબઈ-અમદાવાદ Bullet Train પ્રોજેક્ટને લઈ મોટા સમાચાર:અહીં લોન્ચ કરાયો સ્ટીલનો બ્રિજ

શું લખ્યું છે મેઈલમાં?
ગૌતમ ગંભીરને આ ધમકીભર્યો ઈમેઈલ 22 એપ્રિલે મળ્યો. જેમાં માત્ર ત્રણ શબ્દ લખ્યા હતા...'I KILL YOU'.  આ અગાઉ ગૌતમ ગંભીરે પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી અને મૃતકો માટે પ્રાર્થના કરી હતી. તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. આ હુમલા માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત હુમલો કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More