Home> Sports
Advertisement
Prev
Next

ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલા ICCની મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આ દિગ્ગજ કરશે મેચનો ફેંસલો

ICC Champions Trophy 2025 Final: દુબઈનું ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માટે તૈયાર થઈ રહ્યું છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ અહીં 9 માર્ચે રમાશે. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો એક વખત આમને-સામને આવી ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. ત્યારે હવે આ બન્ને ટીમો વચ્ચે દુબઈમાં ફાઈનલ રમાવાની છે.

ભારત-ન્યુઝીલેન્ડ મેચ પહેલા ICCની મોટી જાહેરાત, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં આ દિગ્ગજ કરશે મેચનો ફેંસલો

ICC Champions Trophy 2025 Final: ભારત અને ન્યુઝીલેન્ડ 9 માર્ચે દુબઈમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં સામસામે ટકરાશે. ન્યુઝીલેન્ડ અગાઉની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની નજર આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત પર રહેશે. ભારતે 2 માર્ચે ગ્રુપ Aની છેલ્લી મેચમાં કિવીઓને હરાવ્યું હતું. આઈસીસીએ આ મેચ માટે અધિકારીઓના નામ જાહેર કર્યા છે.

fallbacks

ફાઇનલમાં આ દિગ્ગજ હશે અમ્પાયર
ICC એલિટ પેનલના અમ્પાયરોના સભ્ય પોલ રિફેલ અને રિચાર્ડ ઇલિંગવર્થને આ મેચ માટે મેદાન પરના અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સેમીફાઈનલ દરમિયાન પણ બન્ને અમ્પાયરો મેદાનમાં ઉભા હતા. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇલિંગવર્થ દુબઈમાં હતો. બીજા દિવસે દક્ષિણ આફ્રિકા-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન રિફેલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં હતો.

1 એપ્રિલ 2025થી લાગુ થનારા NPCIના નવા નિયમોથી UPI યુઝર્સને ક્યા-ક્યા મળશે ફાયદા?

છેલ્લી બે વર્લ્ડ કપ ફાઇનલમાં અમ્પાયર હતા ઇલિંગવર્થ
ચાર વખતના ICC અમ્પાયર ઓફ ધ યર ઇલિંગવર્થ 2023માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં દરમિયાન પણ મેદાન પર ઊભો રહ્યો હતો. આ સિવાય તે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ દરમિયાન ઓન-ફીલ્ડ અમ્પાયર પણ હતો. બન્ને ફાઇનલમાં એક ટીમ ભારતની હતી. ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે હારીનો સમાનો કરવો પડ્યો હતો, જ્યારે ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી.

ગરમીમાં પણ રજાઈ ઓઢી છુપાઈને જોવી પડશે આ 5 ફિલ્મો, પરિવાર સાથે જોવાની ન કરતા ભૂલ

રંજન મદુગલે હશે મેચ રેફરી
આ જોડીની સાથે જોએલ વિલ્સનને ત્રીજા અમ્પાયર તરીકે અને કુમાર ધર્મસેનાને ચોથા અમ્પાયર તરીકે સામેલ કરવામાં આવશે. ICC એલિટ પેનલના અમ્પાયર ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી સેમીફાઇનલમાં અમ્પાયરિંગ ટીમનો ભાગ હતા. ધર્મસેના રિફેલ સાથે મેદાનમાં ઓન-ફીલ્ડ હતા અને વિલ્સનને ત્રીજા અમ્પાયર તરીકે તૈનાત કરવામાં આવ્યા હતા. રંજન મદુગલે મેચ રેફરી તરીકે પોતાની જવાબદારી નિભાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More