Champions Trophy Prize Money : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને દેશો વચ્ચેની આ શાનદાર મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. આ ટાઈટલ મુકાબલામાં માત્ર ટ્રોફી જ નહીં પરંતુ કરોડો રૂપિયાની ઈનામી રકમ પણ બધાની નજર રહેશે. આ વખતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ઈનામી રકમમાં 53 ટકાનો વધારો થયો છે.
જસપ્રીત બુમરાહ ક્યારે કરશે વાપસી ? સામે આવ્યું મોટું અપડેટ
ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતાને લાગશે જેકપોટ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા 20 કરોડ મળશે. રનર અપ ટીમ પર પણ પૈસાનો વરસાદ થશે. ઉપવિજેતા ટીમને 1.24 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂપિયા 9.74 કરોડ મળશે. ભારત પાસે સુવર્ણ તક છે. જો તે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવશે તો ચેમ્પિયન્સ ટ્રોફી સિવાય તેને ઈનામ તરીકે લગભગ 20 કરોડ રૂપિયા પણ મળશે. જો ભારત ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ રનર અપ ટીમ રહે છે તો તેને ટ્રોફી ગુમાવવી પડશે અને 9.74 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડશે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને પણ ઈનામ મળશે
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલમાં હારેલી ટીમ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને પણ સમાન રકમ 5,60,000 ડોલર એટલે કે લગભગ રૂપિયા 4.87 કરોડ મળશે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની કુલ ઈનામી રકમ 60.90 લાખ ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયા છે. 2017ની સીઝનની સરખામણીમાં આ વખતે ઈનામની રકમમાં 53 ટકાનો વધારો થયો છે.
BCCI એ અચાનક કરી મોટી જાહેરાત, રાજીવ શુક્લાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
પાંચમા અને છઠ્ઠા સ્થાનની ટીમોનું પણ ભાવિ ખુલશે
પાંચમા અને છઠ્ઠા ક્રમે આવનાર ટીમને 3.04 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમોને 1.22 કરોડ રૂપિયા મળશે. વધુમાં તમામ આઠ ટીમોને ઇવેન્ટમાં ભાગ લેવા બદલ વધારાના રૂપિયા 1.08 કરોડ મળશે. ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી ટોપની આઠ ટીમો વચ્ચે દર ચાર વર્ષે રમાય છે. તો મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027માં પ્રથમ વખત T20 ફોર્મેટમાં રમાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે