Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: જોની બેયરસ્ટોનો આરોપ, લોકો ઈચ્છે છે કે ઈંગ્લેન્ડ નિષ્ફળ રહે

જોની બેયરસ્ટો માને છે કે, ઘણા લોકો તે ઈચ્છે છે કે તેની ટીમ હાલના વિશ્વ કપમાં નિષ્ફળ રહે. 

World Cup 2019: જોની બેયરસ્ટોનો આરોપ, લોકો ઈચ્છે છે કે ઈંગ્લેન્ડ નિષ્ફળ રહે

લંડનઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ (ICC Cricket World Cup 2019) ટૂર્નામેન્ટમાં ટાઇટલની દાવેદાર માનવામાં આવી રહેલી ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ હારી ચુકી છે અને તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશાને મોટો આઘાત લાગ્યો છે. ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો માને છે કે ઘણા લોકો જે તે ઈચ્છે છે કે તેની ટીમ હાલના વિશ્વ કપમાં નિષ્ફળ રહે. 

fallbacks

આ વેબસાઇટે બેયરસ્ટોના હવાલાથી લખ્યું છે, 'લોકો ઈચ્છે છે કે અમે નિષ્ફળ રહીએ. તે નથી ઈચ્છતા કે અમે જીતીએ. આ ઈંગ્લેન્ડમાં થાય છે. તેમાં કોઈ નવી વાત નથી.'

ઓપનિંગ બેટ્સમેને પોતાના સાથિઓને કહ્યું કે, તે ચારે તરફ થઈ રહેલી આલોચનાઓથી ગભરાય નહીં અને બાકી મેચોમાં પોતાન સ્વાભાવિક ગેમ રમવા પર ધ્યાન કેન્દ્રીત કરે. 

IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ આઉટ આપવા પર નારાજ રોહિત, શેર કરી તસ્વીર 

બેયરસ્ટોએ કહ્યું, 'અમારે રિલેક્સ રહેવાની જરૂર છે. તમે જેટલા દબાવ લેશે, તમે એટલા જ પોતાની અંદર સમાતા જશો. તેવામાં તમે પોતાની સ્વાભાવિક રમત રમી શકતા નથી.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More