Home> Sports
Advertisement
Prev
Next

Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ...ભારતીય ફેન્સના વધી ગયા ધબકારા

Champions Trophy 2025 IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે રમાશે. ICC ઈવેન્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એકવાર આમને-સામને છે. હકીકતમાં જ્યારે આ બંને ટીમો વચ્ચે મેચ હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે.
 

Champions Trophy IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીમાં 2015 વર્લ્ડકપની સેમિફાઇનલ જેવો સંયોગ...ભારતીય ફેન્સના વધી ગયા ધબકારા

Champions Trophy 2025 Semifinal IND vs AUS : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. જ્યારે આ બંને ટીમો આમને સામને હોય છે, ત્યારે ચાહકોના દિલના ધબકારા વધી જાય છે. પરંતુ આ વખતે ચાહકો વધુ બેચેન છે. આવૃનું કારણ ચેમ્પિયન્સ ટ્રોફી અને 2015 ODI વર્લ્ડ કપ સેમિફાઇનલનો સંયોગ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયન કેમ્પમાં સ્ટીવ સ્મિથની હાજરીએ આ સંયોગને વધુ મોટો બનાવી દીધો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ સંયોગ શું છે અને શા માટે ભારતીય ચાહકોના દિલના ધબકારા અને બેચેની વધી ગઈ છે.

fallbacks

સેમિફાઇનલ પહેલા અચાનક બદલાઈ પિચ...હવે આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

આ છે સંયોગ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઇનલ અને ODI વર્લ્ડ કપ 2015 વચ્ચે આશ્ચર્યજનક સમાનતા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે અને ન્યુઝીલેન્ડનો સામનો દક્ષિણ આફ્રિકા સામે છે. 2015માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલ લાઇનઅપ પણ સમાન હતી. ત્યારે ન્યુઝીલેન્ડે પ્રથમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 281 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમે 4 વિકેટે મેચ જીતી લીધી હતી.

સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી

તો બીજી સેમિફાઇનલમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 328 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. બાદમાં ભારતીય ટીમ માત્ર 233 સુધી જ પહોંચી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 95 રને જીતી લીધી હતી. આ મેચમાં સ્ટીવ સ્મિથે સદીની ઇનિંગ રમી હતી. આ જ સ્ટીવ સ્મિથ આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

રવિ શાસ્ત્રીની ભવિષ્યવાણીથી ક્રિકેટ જગતમાં ખળભળાટ; જાણો સેમિફાઇનલની ગેમ કોણ જીતશે?

2023 ODI વર્લ્ડ કપની સમાન ટીમો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025, વર્લ્ડ કપ 2015 તેમજ 2023 ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં આ જ ચાર ટીમો હતી. જોકે લાઇનઅપ થોડી અલગ હતી. 2023 ODI વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં ભારતનો સામનો ન્યુઝીલેન્ડનો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સાથે હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

આ સંયોગ પણ આશ્ચર્યજનક 

વિરાટ કોહલીએ 2015 ODI વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. કોહલીએ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે પણ સદી ફટકારી હતી
2015માં વર્લ્ડ કપ પહેલા KKR 2014 IPLમાં વિજેતા બની હતી. તો આ વખતે પણ ગત વર્ષની IPL વિજેતા KKR છે
2014 IPLમાં પણ KKRએ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જ્યોર્જ બેઈલીની કેપ્ટનશીપવાળી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમને હરાવી હતી. 2024 IPLમાં KKR એ કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સની ટીમ SRH ને હરાવ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More