Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG 4th Test: શાર્દુલ ઠાકુરે ગિલ પર સાધ્યું નિશાન! કહ્યું- બોલિંગ આપવી મારૂ.....

Shardul Thakur on Shubman Gill Captaincy: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત પૂરી થયા પછી, શાર્દુલ ઠાકુરે શુભમન ગિલની કેપ્ટનશીપ વિશે જે કહ્યું તે ચર્ચામાં આવ્યું છે.

IND vs ENG 4th Test: શાર્દુલ ઠાકુરે ગિલ પર સાધ્યું નિશાન! કહ્યું- બોલિંગ આપવી મારૂ.....

માન્ચેસ્ટરઃ ભારત સામે ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં છે, આ ટીમ ઈન્ડિયા માટે 'કરો યા મરો' સમાન મુકાબલો છે. બીજા દિવસની રમત પૂર્ણ થયા બાદ શાર્દુલ ઠાકુર પત્રકાર પરિષદમાં આવ્યો, આ દરમિયાન તેણે શુભમન ગિલને લઈને જે કહ્યું કે ચર્ચામાં આવી ગયું છે. બીજા દિવસે જસપ્રીત બુમરાહ સહિત ભારતીય બોલરો બેઅસર જોવા મળ્યા હતા. ઠાકુરે કહ્યુ કે બોલિંગ આપવી મારૂ કામ નથી. 

fallbacks

બીજા દિવસે રિષભ પંતના જુસ્સાની બધાએ પ્રશંસા કરી, કારણ કે તે પગની આંગળીમાં ફ્રેક્ચર થવાં છતાં મેદાનમાં ઉતર્યો હતો. તેણે 17 રન જોડ્યા અને પોતાની અડધી સદી પૂરી કરી હતી. ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 358 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાજ ઝેક ક્રોલી (84) અને બેન ડકેટ (94) એ પ્રથમ વિકેટ માટે 166 રનની ભાગીદારી કરી હતી. જસપ્રીત બુમરાહ, સિરાજ સહિત ભારતીય બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યાં હતા. ત્યારબાદ શાર્દુલને પત્રકાર પરિષદમાં આ અંગે સવાલ પૂછવામાં આવ્યો.

શાર્દુલ ઠાકુરે પત્રકાર પરિષદમાં શું કહ્યું?
શાર્દુલ ઠાકુરને ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શનને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું- 'બોલિંગ આપવી કેપ્ટનનો નિર્ણય હોય છે. ક્યારે કોને બોલિંગ આપવાની છે, તે કેપ્ટનનો નિર્ણય હોય છે મારો નહીં. આજે હું બે ઓવર વધુ ફેંકી શકતો હતો, પરંતુ આ કેપ્ટનનો નિર્ણય હોય છે.

આ પણ વાંચોઃ આ ધાકડ ભારતીય ક્રિકેટર મુશ્કેલીમાં, યુવતીનો આરોપ- IPL દરમિયાન મારા પર રેપ કર્યો

શાર્દુલે સ્વીકાર કર્યો કે બોલર સારૂ પ્રદર્શન કરી શકતા હતા. તેણે કહ્યુ- નવા બોલથી અમે સારૂ પ્રદર્શન કરી શકતા હતા, રન બનતા રહ્યાં. બોલરો માટે મુશ્કેલ નહોતું. અમે સંયમ રાખી શકતા હતા, અમારે નક્કી કરવું પડશે કે ક્યાં બોલિંગ કરવી છે.

પંતને લઈને શાર્દુલ ઠાકુરે જણાવ્યું કે તે ટીમ બસમાં અમારી સાથે સ્ટેડિયમ ન આવ્યો, કારણ કે હોસ્પિટલમાં હતો. જ્યારે અમે દિવસની રમત શરૂ થતાં પહેલા અભ્યાસ કરી રહ્યાં હતા, ત્યારે તે મેદાન પર નહોતો.

ક્રિકબઝના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના પગની આંગળીમાં ફ્રેક્ચર છે અને તેને ઠીક થવામાં બે મહિનાનો સમય લાગી શકે છે. માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે પંતને ઈજા થઈ હતી. ત્યારબાદ તે મેદાનની બહાર જતો રહ્યો હતો. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલ વિકેટકીપિંગ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More