IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન માન્ચેસ્ટરમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં સારું પ્રદર્શન કરી શકી ન હતી. પરંતુ ભારતે બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી અને મેચ ડ્રો કરી છે.
ભારતે પહેલી ઇનિંગમાં કર્યા નિરાશ
ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં નિરાશાજનક બેટિંગ કરી હતી. ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતે 114.1 ઓવરમાં 358 રન બનાવ્યા હતા. ટીમનો કોઈ પણ બેટ્સમેન સદી ફટકારી શક્યો નહીં. સાઈ સુદર્શને સૌથી વધુ રન બનાવ્યા. તેણે 61 રનની ઇનિંગ રમી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 58 અને ઋષભ પંતે 54 રનનું યોગદાન આપ્યું.
3500 વર્ષ જૂના કબ્રસ્તાનમાં દટાયેલી મળી 'બુક ઓફ ધ ડેડ', જાણો શું છે તેનું રહસ્ય
ઇંગ્લેન્ડે 669 રન બનાવ્યા
જ્યારે ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 157.1 ઓવર સુધી બેટિંગ કરી અને 669 રન બનાવ્યા. જો રૂટે 248 બોલમાં 150 રન બનાવ્યા, જ્યારે બેન સ્ટોક્સે 198 બોલમાં 141 રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડના ઓપનર જેક ક્રોલી અને બેન ડકેટે પણ અડધી સદી ફટકારી. ક્રોલીએ 84 અને ડકેટે 94 રન બનાવ્યા. ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 311 રનની લીડ મેળવી અને મેચ પર પોતાની પકડ મજબૂત કરી.
29 જુલાઈથી આ 5 રાશિની ચમકશે કિસ્મત, બુધના નક્ષત્ર ગોચરથી દરેક ક્ષેત્રમાં મળશે સફળતા!
ભારતે કર્યુ કમબેક
ભારતે બીજી ઇનિંગમાં 0 ના સ્કોર પર સાઇ સુદર્શન અને યશસ્વી જયસ્વાલના રૂપમાં 2 મોટી વિકેટ ગુમાવી દીધી. આ પછી કેએલ રાહુલ અને શુભમન ગિલે બાજી સંભાળી. રાહુલે 90 રનનું યોગદાન આપ્યું, જ્યારે શુભમન ગિલે 103 રનની ઇનિંગ રમી. આ પછી વોશિંગ્ટન સુંદરે અણનમ 101 અને રવિન્દ્ર જાડેજાએ પણ અણનમ 107 રનનું યોગદાન આપ્યું. જાડેજા અને સુંદરે મળીને 203 રનની પાર્ટનરશિપ કરી અને ઇંગ્લેન્ડ પાસેથી મેચ છીનવી લીધી અને તેને ડ્રો કરાવી. બન્નેની બેટિંગ વર્ષો સુધી યાદ રહેશે. ભારતે બીજી ઇનિંગમાં 143 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે