Home> Sports
Advertisement
Prev
Next

IND VS ENG: T20 માં સામેલ થયો Ishan Kishan, એક સ્પેશિયલ ફ્રેન્ડે આ ખાસ અંદાજમાં પાઠવ્યા અભિનંદન

ટીમ ઇન્ડિયા અને ઇગ્લેન્ડની (IND VS ENG) વચ્ચે રમાતી ચાર વન-ડે સિરીઝ બાદ વન-ડે અને ટી-20 સિરીઝ (t-20 series) રમાવવાની છે. ટી-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે

IND VS ENG: T20 માં સામેલ થયો Ishan Kishan, એક સ્પેશિયલ ફ્રેન્ડે આ ખાસ અંદાજમાં પાઠવ્યા અભિનંદન

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા અને ઇગ્લેન્ડની (IND VS ENG) વચ્ચે રમાતી ચાર વન-ડે સિરીઝ બાદ વન-ડે અને ટી-20 સિરીઝ (t-20 series) રમાવવાની છે. ટી-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઘણા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ટી-20 ટીમમાં વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને (Ishan kishan) પણ સામેલ કરવામાં આવ્યો છે.

fallbacks

ટીમ ઇન્ડિયામાં સામેલ થયો ઇશાન કિશન
ઝારખંડનો વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનનું (Ishan kishan) સપનું સાકાર થયું છે. ઇગ્લેન્ડ સામે ટી-20 સિરીઝ માટે કિશનને ઋષભ પંતના (Rishabh Pant) બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેના ટીમમાં સામેલ થયા બાદ આ યુવા ખેલાડીને ચારે તરફથી અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:- IND vs ENG: મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે ટક્કર, ભારતીય ખેલાડીઓ કરી રહ્યાં છે તૈયારી

ઇશાનને ખાસ અંદાજમાં પાઠવ્યા અભિનંદન
આ અભિનંદન વચ્ચે ઇશાન કિશનને (Ishan kishan) એક ખુબજ ખાસ વ્યક્તિએ અભિનંદન પાઠવ્યા છે. ખરેખરમાં મોડલ અદિતિ હુંડીયાએ (Aditi Hundia) પણ ઇશાનને અભિનંદન પાઠવ્યા છે. મોડલ અદિતિએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપડેટ કરી છે. તે સ્ટોરીમાં તેણે ઇશાનની સાથે પોતાની તસવીર શરે કરી છે. અદિતિએ તે સ્ટોરી પર લખ્યું, 'અભિનંદન માય ક્યુટી'

આ પણ વાંચો:- AUS OPEN: નોવાક જોકોવિચ રેકોર્ડ નવમી વખત ચેમ્પિયન, કબજે કર્યું કરિયરનું 18મું ગ્રાન્ડસ્લેમ

આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મીડિયામાં આવેલા રિપોર્ટ અનુસાર ઇશાન (Ishan kishan) અને અદિતિ (Aditi Hundia) એકબીજાના સારા મિત્ર કહી રહ્યા છે.

fallbacks

તમને જણાવી દઇએ કે, અદિતિ હુંડીયા (Aditi Hundia) એક મોડલ છે અને મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ બની ચૂકી છે. અદિતી મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ 2017 (Femina Miss India finalist 2017) બની ચૂકી છે તો 2018માં મિસ સુપરનેચરલ ઇન્ડિયા પણ રહી છે.

આ પણ વાંચો:- ENG vs IND: તેંડુલકરે આ ચાર ક્રિકેટરોને આપી શુભેચ્છા, કહ્યું- ભારત માટે રમવુ સૌથી મોટુ સન્માન છે

ઇશાન કિશનનું શાનદાર પ્રદર્શન
આઇપીએલ 2020 માં ઇશાન કિશનનું (Ishan kishan) પ્રદર્શન જબરદસ્ત રહ્યું. દુબઇમાં રમાયેલી આઇપીએલ 2020 માં (IPL 2020) મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. ઇશાને (Ishan kishan) આઇપીએલ 13માં કુલ 516 રન બનાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More