Home> Sports
Advertisement
Prev
Next

IND VS ENG: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સિરાજના બાઉન્સરથી આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટમાંથી બહાર

રત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી બ્રિટનની ધરતી પર 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે.

IND VS ENG: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સિરાજના બાઉન્સરથી આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટેસ્ટમાંથી બહાર

નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4 ઓગસ્ટથી બ્રિટનની ધરતી પર 5 મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો મળ્યો છે. શુભમન ગિલ, આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર બાદ હવે વધુ એક સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો છે. 

fallbacks

મેચના બે દિવસ પહેલા જ ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત થતા પહેલી ટેસ્ટમાંથી બહાર થયો છે. ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલા ભારતીય બોલરોમાં સિરાજ સૌથી ફાસ્ટ બોલિંગ કરે છે. અભ્યાસ દરમિયાન મયંકે તેના શોટ બોલથી નજર હટાવી અને ત્યારબાદ બોલ તેના માથાના પાછલા ભાગમાં હેલમેટ સાથે ટકરાઈ. તે હેલમેટ ખોલ્યા બાદ કઈંક અસહજ મહેસૂસ કરી રહ્યો હતો અને પછી ફિઝિયો નીતિન પટેલ તેની સાથે જમીન પર બેસી ગયા. ત્યારબાદ તે માથાના પાછલા ભાગ પર હાથ રાખીને નીતિન પટેલ સાથે નેટથી બહાર જતો રહ્યો. 

એવી આશા હતી કે ટેસ્ટ મેચ રમવા માટે મંજૂરી મળી જશે. પરંતુ બીસીસીઆઈએ જાહેરાત કરી છે કે 'કનકશન'ના કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. 

કેએલ રાહુલ કરી શકે છે ઓપનિંગ
મયંક જો રમવામાં અસમર્થ રહ્યો હતો લોકેશ રાહુલને ઓપનિંગ કરવાની તક મળી શકે છે. રાહુલે મોટાભાગે ટેસ્ટમાં ઓપનિંગ કરી છે પરંતુ હાલના દિવસોમાં તે મધ્ય ક્રમે રમવું પસંદ કરે છે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેનનો વધુ એક વિકલ્પ બંગાળનો અભિમન્યુ ઈશ્વરન છે. 

આ ખેલાડીઓ ઈંગ્લેન્ડ સિરીઝમાંથી થયા બહાર
ભારતના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને પણ ઈજા થઈ હતી. જેના કારણે તેણે ભારત પાછા ફરવું પડ્યું. ત્યારબાદ અભ્યાસ મેચમાં આંગળીમાં ઈજાના કારણે સ્ટેન્ડબાય ફાસ્ટ બોલર આવેશ ખાન પણ સિરીઝમાંથી બહાર થયો. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ ઈજાગ્રસ્ત થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More