Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 22 નવા કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરપ 25 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,14,595 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. રાજ્યમાં આજે 3,49,099 દર્દીઓને કોરોના રસી આપવામાં આવી હતી. 

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં 22 નવા કેસ, 25 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. બીજી તરપ 25 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કુલ 8,14,595 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓના દરમાં પણ વધારો થઇ રહ્યો છે. સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર લડી રહી છે. રાજ્યમાં આજે 3,49,099 દર્દીઓને કોરોના રસી આપવામાં આવી હતી. 

fallbacks

જૂનાગઢમાં સરકારના 5 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી, શહેરમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 251 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 247 દર્દીઓ સ્ટેબલ છે. 814595 દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ લઇ ચુક્યા છે. 10076 દર્દીઓનાં કોરોનાને કારણએ અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. જો કે ચિંતાની વાત કહી શકાય કે કોર્પોરેશન વિસ્તારોમાં ફરી એકવાર કેસ વધી રહ્યા છે. 

AHMEDABAD પોલીસને બગાસુ ખાતા પતાસું નહી પતાસાની ફેક્ટરી મળી, 6 હજારની તપાસમાં 50 કરોડનું કૌભાંડ ઝડપાયું

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 116 લોકોને રસીનો પ્રથમ અને 5394 લોકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 68895 નાગરિકોને રસીનો પ્રથમ અને 50602 દર્દીઓને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 197841 દર્દીઓને કોરોનાની રસીનો પ્રથમ અને 26251 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.આ પ્રકારે આઝના દિવસમાં કુલ 3,49,099 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3,40,76,401 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More