Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG : રિષભ પંત ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં ? લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન ગિલે ખોલ્યું રહસ્ય

IND vs ENG : ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ રમવા માટે ફિટ થઈ જશે. સ્કેન રિપોર્ટમાં કોઈ મોટી ઈજાનો ખુલાસો થયો નથી, જેનાથી ટીમને રાહત મળી છે. 

IND vs ENG : રિષભ પંત ચોથી ટેસ્ટમાં રમશે કે નહીં ? લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન ગિલે ખોલ્યું રહસ્ય

IND vs ENG : વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ રમશે કે નહીં, આ અંગે ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ખુલાસો કર્યો છે. ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે બીજા સત્ર દરમિયાન પંતને ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી, જેના પછી તેને મેદાન છોડવું પડ્યું હતું. જો કે, પંત બેટિંગ કરી હતી, પરંતુ વિકેટકીપિંગ તેની જગ્યાએ જુરેલે કરી હતી.

fallbacks

કેપ્ટન શુભમન ગિલે શું કહ્યું ?

મેચ પછી શુભમન ગિલે કહ્યું, 'રિષભ સ્કેન કરાવવા ગયો હતો. તેને કોઈ ગંભીર ઈજા નથી, તેથી તે માન્ચેસ્ટર ટેસ્ટ માટે ફિટ હોવો જોઈએ." જોકે, ગિલે સ્પષ્ટ કર્યું નથી કે જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે કે નહીં. આ મેચ નવ દિવસ પછી, 23 જુલાઈથી શરૂ થશે.

Olympics 2028 : ઓલિમ્પિક 2028 માટે ક્રિકેટનું શેડ્યૂલ જાહેર, 6 ટીમો લેશે ભાગ

લોર્ડ્સ મેચમાં ભાારતની હાર

તમને જણાવી દઈએ કે લોર્ડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને રોમાંચક મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામે 193 રનનો ટાર્ગેટ હતો. પરંતુ શુભમન ગિલની સેના માત્ર 170 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ. જાડેજાએ એક છેડે ઊભા રહીને 61 રનની અણનમ ઇનિંગ રમી પરંતુ ભારત 22 રનથી મેચ હારી ગયું. આ જીત સાથે ઇંગ્લેન્ડની ટીમ હવે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. પાંચમા અને છેલ્લા દિવસે, ભારતને 135 રનની જરૂર હતી. જ્યારે 6 વિકેટ હાથમાં હતી. પરંતુ પંત, રાહુલ અને રેડ્ડી સહિત કોઈ પણ બેટ્સમેન બ્રિટિશરો સામે ટકી શક્યો નહીં અને  હારનો સામનો કરવો પડ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More