Home> Sports
Advertisement
Prev
Next

રોહિત શર્મા અને વિરાટ કોહલી પર કેમ ભડક્યા ચાહકો? સોશિયલ મીડિયા પર કેમ ઠાલવ્યો ગુસ્સો?

IND vs WI: શું રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચાહકો સાથે કર્યો છે મોટો દગો? જાણો સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સ ખેલાડીઓ પર કેમ ગુસ્સે થઈ રહ્યાં છે તેમના જ કરોડો ક્રિકેટ ચાહકો...

રોહિત શર્મા અને વિરાટ કોહલી પર કેમ ભડક્યા ચાહકો? સોશિયલ મીડિયા પર કેમ ઠાલવ્યો ગુસ્સો?

Team India News: વિરાટ કોહલી અને રોહિત શર્મા માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં બલ્કે વર્લ્ક ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ છે. એ વાતમાં પણ કોઈ શંકા નથી કે આ ખેલાડીઓએ સેકડો વાર પોતાના ટેલેન્ટ અને ક્લાસને પુરવાર કર્યો છે. અનેકવાર આ ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. જોકે, હાલ આ જ સ્ટાર્સ પર કેમ ગુસ્સે થઈ રહ્યાં છે તેમના જ કરોડો ચાહકો, એ એક મોટો સવાલ છે.

fallbacks

 

 

ટીમ ઈન્ડિયાએ ભલે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દ્વારા કરવામાં આવેલી મોટી છેતરપિંડીથી ચાહકો નારાજ છે. વિરાટ કોહલી અને રોહિત શર્માના આ કૃત્યને કારણે લોકોએ સોશિયલ મીડિયા પર ઉગ્રતાથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ચાહકોને છેતર્યા!
ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વનડેમાં આરામ આપવામાં આવ્યો હતો. આ પછી ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી બે વનડેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને પ્લેઈંગ-11માંથી બહાર રાખ્યા બાદ ક્રિકેટ ચાહકોએ નારાજગી વ્યક્ત કરી હતી અને બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરી હતી. આટલું જ નહીં, ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવ્યા, ભારતીય બોર્ડ અને કોચને પૂછ્યું કે જ્યારે રોહિત અને કોહલીને આરામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે તેમને ODI શ્રેણીમાં શા માટે નામ આપવામાં આવ્યું.

 

 

સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે છે-
જોકે, એક યુઝરે કહ્યું કે BCCI પર બ્રોડકાસ્ટર્સ તરફથી કોહલી અને રોહિતને ટીમમાં રાખવા માટે દબાણ હતું. યુઝરે લખ્યું, અરે… પછી બ્રોડકાસ્ટર્સ પ્રોમોમાં શું મૂકશે… એડ લોકોને કેવી રીતે કન્વીન્સ કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે આ વર્ષે અમારી સામે ICC ODI વર્લ્ડ કપ છે અને અમારા મુખ્ય ખેલાડીઓ તે પહેલા આરામ કરી રહ્યા છે અને ODI રમી રહ્યા નથી. બીજાએ લખ્યું, જો રોહિત કે વિરાટને ODI સિરીઝમાં રમવાનું નથી તો તેમને લેવાનો કોઈ અર્થ નથી.

 

 

ભારતે વનડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી-
તમને જણાવી દઈએ કે ભારતે ત્રીજી અને છેલ્લી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 200 રનથી હરાવીને ત્રણ મેચની વનડે સીરીઝ 2-1થી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓપનર શુભમન ગિલ (85) અને ઈશાન કિશન (77)ની ઈનિંગના આધારે પાંચ વિકેટે 351 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ છેલ્લી ઓવરમાં અણનમ 70 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 151 રનમાં સમેટાઈ ગઈ હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More