Home> Sports
Advertisement
Prev
Next

એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ

India vs Pakistan, Asia Cup 2025 : એશિયા કપ 2025ની ગ્રુપ સ્ટેજ મેચમાં ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરના રોજ એકબીજા સામે ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ટુર્નામેન્ટનો શેડ્યુલ જાહેર કર્યું છે. ભારતીય ટીમ અનુક્રમે 10 અને 19 સપ્ટેમ્બરના રોજ UAE અને ઓમાનનો પણ સામનો કરશે.

એશિયા કપમાં 3 વાર ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન ! જાણો સંપૂર્ણ શેડ્યુલ

India vs Pakistan, Asia Cup 2025 : એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાન 14 સપ્ટેમ્બરના રોજ એકબીજા સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ શું તમે જાણો છો કે આ બે કટ્ટર હરીફ ટીમો ટુર્નામેન્ટમાં ફક્ત એક જ વાર નહીં પરંતુ ત્રણ વાર ટકરાતી જોવા મળી શકે છે. 

fallbacks

એશિયા કપ ક્યારે શરૂ થશે ?

એશિયા કપ 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન UAEમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે સંભવિત સ્થળો દુબઈ અને અબુ ધાબી છે. ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગ છે. એવું માનવામાં આવે છે કે ભારત તેની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે. જોકે, ACC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

 

ભારત અને પાકિસ્તાન ત્રણ વખત કેવી રીતે ટકરાઈ શકે છે ?

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે અને કુલ 8 ટીમો તેમાં ભાગ લઈ રહી છે. આ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, યુએઈ, ઓમાનની ટીમો છે, જ્યારે ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, હોંગકોંગની ટીમો છે. ચાહકો ભારત અને પાકિસ્તાન મેચના રોમાંચનો ત્રણ ગણો આનંદ માણી શકે છે.

પહેલી મેચ : ગ્રુપ સ્ટેજમાં (14 સપ્ટેમ્બર)

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી તેઓ ગ્રુપ સ્ટેજમાં એકબીજા સામે મેચ રમશે. જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, આ હાઇ-વોલ્ટેજ મેચ 14 સપ્ટેમ્બર, 2025ના રોજ રમાશે.

બીજી મેચ : સુપર 4 સ્ટેજમાં

ગ્રુપ સ્ટેજ પછી દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો સુપર 4 સ્ટેજ માટે ક્વોલિફાય થશે. જો ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાના ગ્રુપમાં સારું પ્રદર્શન કરે છે અને સુપર 4માં સ્થાન મેળવે છે, તો તેઓ સુપર 4 સ્ટેજમાં ફરી એકવાર એકબીજાનો સામનો કરશે.

ત્રીજી મેચ : ફાઇનલમાં (28 સપ્ટેમ્બર)

સુપર 4 સ્ટેજમાં બધી ટીમો એક વાર એકબીજાનો સામનો કરશે. આ સ્ટેજ પછી પોઈન્ટ ટેબલમાં ટોh પર રહેનારી બે ટીમો ટાઇટલ માટે લડશે. આવી સ્થિતિમાં જો ભારત અને પાકિસ્તાન બંને સુપર 4માં સારું પ્રદર્શન કરે છે અને ફાઇનલમાં સ્થાન મેળવે છે, તો ચાહકોને ટુર્નામેન્ટનો ત્રીજી અને સૌથી રોમાંચક ભારત-પાકિસ્તાન મેચ જોવા મળશે. ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બર 2025ના રોજ રમાશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More