Home> Sports
Advertisement
Prev
Next

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ODI અને 3 T20 મેચની જાહેરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

England vs India Schedule : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે, આ દરમિયાન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ભારત સામે 5 વનડે અને 3 ટી20 મેચની સિરીઝની જાહેરાત કરી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ODI અને 3 T20 મેચની જાહેરાત, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

England vs India Schedule : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટેસ્ટ શ્રેણીના ઉત્સાહ વચ્ચે ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જાહેરાત કરી છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતા વર્ષે પાંચ T20 અને ત્રણ ODI મેચ રમાશે. ODI અને T20 શ્રેણી બંને જુલાઈ 2026માં ઇંગ્લેન્ડમાં યોજાશે.

fallbacks

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 શ્રેણી 1 જુલાઈથી ડરહામમાં શરૂ થશે. ત્યારબાદ બાકીની T20 મેચ 4 જુલાઈ, 7 જુલાઈ, 9 જુલાઈ અને 11 જુલાઈના રોજ રમાશે. ત્યારબાદ ત્રણ ODI મેચની શ્રેણી રમાશે. ODI શ્રેણીની પહેલી મેચ 14 જુલાઈએ રમાશે. જ્યારે બાકીની બે ODI મેચ 16 જુલાઈ અને 19 જુલાઈએ રમાશે.

પંતના અંગૂઠામાં ફ્રેક્ચર, 6 અઠવાડિયા માટે બહાર, માન્ચેસ્ટર ટેસ્ટમાં ભારતને મોટો ઝટકો

આગામી વર્ષે ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ રમી શકે છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી આ બંને દિગ્ગજ પહેલીવાર ઇંગ્લેન્ડમાં રમશે. T20I શ્રેણી વિશે વાત કરીએ તો આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી આ કદાચ ભારતની પહેલી T20I શ્રેણી હશે. 

 

ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ (2026)

  • 1 જુલાઈ - પહેલી T20, રિવરસાઇડ (ડરહામ), રાત્રે 11 વાગ્યે
  • 4 જુલાઈ - બીજી T20, ઓલ્ડ ટ્રેફોર્ડ (માન્ચેસ્ટર), સાંજે 7 વાગ્યે
  • 7 જુલાઈ - ત્રીજી T20, ટ્રેન્ટ બ્રિજ (નોટિંગહામ), રાત્રે 11 વાગ્યે
  • 9 જુલાઈ - ચોથી T20, બ્રિસ્ટોલ, રાત્રે 11 વાગ્યે
  • 11 જુલાઈ - પાંચમી T20, સાઉધમ્પ્ટન, રાત્રે 11 વાગ્યે
  • 14 જુલાઈ - પહેલી વનડે, એજબેસ્ટન (બર્મિંગહામ), સાંજે 5.30 વાગ્યે
  • 16 જુલાઈ - બીજી વનડે, સોફિયા ગાર્ડન્સ (કાર્ડિફ), સાંજે 5.30 વાગ્યે
  • 19 જુલાઈ - ત્રીજી વનડે, લોર્ડ્સ (લંડન), બપોરે 3.30 વાગ્યે

(બધી મેચ ભારતીય સમય મુજબ)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More