Home> World
Advertisement
Prev
Next

UK Trade Deal: ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, હવે કપડાં અને જૂતા સહિતની આ વસ્તુઓ થશે સસ્તી, જુઓ લિસ્ટ!

India-UK Free Trade Agreement: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના યાત્રા દરમિયાન ભારત અને યુનાઇટેડ કિંગડમે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજુતિ (FTA) પર હસ્તાક્ષર કર્યાં છે.

UK Trade Deal: ભારત-UK વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ પર થયા હસ્તાક્ષર, હવે કપડાં અને જૂતા સહિતની આ વસ્તુઓ થશે સસ્તી, જુઓ લિસ્ટ!

લંડનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુનાઇટેડ કિંગડમની યાત્રા દરમિયાન ગુરૂવારે ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજુતી (FTA) પર હસ્તાક્ષર થયા છે મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે લંડન પાસે સ્થિત ચેકર્સમાં મુકાલાત કરી, જે યુકેના પ્રધાનમંત્રીનું સત્તાવાર ગ્રામીણ નિવાસ છે.

fallbacks

FTA પર હસ્તાક્ષર બાદ શું બોલ્યા પીએમ મોદી?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- 'આ કરાર ફક્ત આર્થિક કરાર નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિ માટેની યોજના પણ છે. એક તરફ, ભારતીય કાપડ, જૂતા, રત્નો અને ઝવેરાત, સીફૂડ અને એન્જિનિયરિંગ માલને યુકેમાં વધુ સારી બજાર પહોંચ મળશે. ભારતના કૃષિ ઉત્પાદનો અને પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ માટે યુકે બજારમાં નવી તકો ઊભી થશે. આ કરારથી ખાસ કરીને ભારતીય યુવાનો, ખેડૂતો, માછીમારો અને MSME ક્ષેત્રને ફાયદો થશે. બીજી તરફ, ભારતના લોકો અને ઉદ્યોગ માટે, તબીબી ઉપકરણો જેવા બ્રિટનમાં બનેલા ઉત્પાદનો વાજબી અને પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ થશે.'

FTA થી ખુલશે આર્થિક વિકાસ અને રોજગારનો નવો માર્ગ
આ સમજુતીને ભારત-યુકે વચ્ચે આર્થિક વિકાસ અને રોજગારની નવી તકોની ચાવી માનવામાં આવી રહી ચે. આ ખાસ કરી ભારતીય યુવાઓ માટે ફાયદાકારક હશે, કારણ કે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરવાની તક વધશે. અધિકારીઓ અનુસાર આ સમજુતી આઈટી, આઈટી-સેવાઓ, નાણાકીય સેવાઓ, પ્રોફેશનલ સેવાઓ અને શિક્ષણ સાથે જોડાયેલી સેવાઓને સીધો લાભ આપશે.

શું સસ્તું અને શું મોંઘુ થશે
ઈલેક્ટ્રોનિક્સ, કપડા, મરીન પ્રોડક્ટ્સ, સ્ટીલ અને મેટલ, વ્હિસ્કી અને જ્વેલરી સહિત ઘણી વસ્તુ સસ્તી થઈ શકે છે. તો એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ, કાર અને બાઇક જેવા ઓટો પ્રોડટ્ક્સ અને સ્ટીલ જેવા પ્રોડક્ટ્સ મોંઘા થઈ શકે છે.

ભારતીય નિકાસ માટે ડ્યુટી-ફ્રી ઍક્સેસ
આ કરાર ભારતના કાપડ, ચામડું, ફૂટવેર, ફર્નિચર, રત્નો અને ઝવેરાત અને રમતગમતના સામાન જેવા શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રો માટે યુકે બજારમાં ડ્યુટી-ફ્રી ઍક્સેસ પ્રદાન કરશે.

યુકે હાલમાં દર વર્ષે $23 બિલિયનથી વધુ મૂલ્યના આવા ઉત્પાદનોની આયાત કરે છે, જે ભારતના ઉત્પાદન અને રોજગારમાં મોટો વધારો કરી શકે છે.

ભારત-યુકે FTA: સમજુતીના છ મુખ્ય ફાયદા
1. ટેરિફમાં રાહત

FTA હેઠળ વસ્ત્ર, ઓટો, વિસ્કી, ટેક અને ફાર્મા ક્ષેત્રોમાં આયાત-નિકાસ પર લાગનાર ટેક્સ ઘટશે. તેનાથી ભારતીય નિકાસકારોને સીધો લાભ થશે.

2. ભારતીય કંપનીઓને તક
ભારતીય આઈટી, ટેક અને ફાર્મા કંપનીઓને યુકેમાં રોકાણ અને વ્યાપાર વિસ્તાર માટે નવી તક મળશે.

3. ભારત બન્યું રણનીતિક ભાગીદાર
બ્રિટિશ પ્રધાનમંત્રી કીમ સ્ટારમરે આ સમજુતીને બંને દેશ માટે ઐતિહાસિક અને નવી શરૂઆત ગણાવી છે.

4. સ્કિલ અને શિક્ષણમાં સહયોગ
ડીલમાં સ્કિલ ડેવલોપમેન્ટ, એજ્યુકેશન એક્સચેન્જ અને વીઝા પ્રક્રિયાઓને સરળ બનાવવા પર સહમતિ બની છે.

5. મેક ઈન્ડિયાને મજબૂતી
યુકેથી આવતા હાઇ-ટેક મશીનરી અને ભાગો પરના ટેરિફમાં ઘટાડો ભારતના ઉત્પાદન ક્ષેત્રને વેગ આપશે.

6. પરસ્પર રોકાણને પ્રોત્સાહન
બંને દેશોએ સ્ટાર્ટઅપ્સ, ગ્રીન એનર્જી અને ફિનટેક જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવા માટે એક રોડમેપ નક્કી કર્યો છે.

સામાન્ય લોકો માટે શું છે આ ડીલનું મહત્વ
મુક્ત વેપાર કરાર હેઠળ, બંને દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થશે જ, પરંતુ સામાન્ય લોકો માટે દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન વસ્તુઓ સસ્તી થશે. તે જ સમયે, ભારતીય કંપનીઓને બ્રિટનમાં એક મોટું બજાર મળશે અને તેના પરનો ટેરિફ કાં તો ખૂબ ઓછો અથવા શૂન્ય હશે. તે જ સમયે, આ કરાર ભારત અને બ્રિટન માટે રોજગારની તકો પૂરી પાડશે. નોકરીઓની સંખ્યામાં વધારો થશે અને વ્યવસાયને વેગ મળશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More