નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે (Jay Shah) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (India Women Cricket Team) ને મોટી ભેટ આપી છે. બોર્ડ સચિવે સોમવારે જાહેરાત કરી છે કે ભારતીય મહિલાઓ આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.
જય શાહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યુ, 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women's Day 2021) પર આ જાહેરાત કરતા મને ખુબ ખુશી થઈ રહી છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં ઈંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સાથે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. મને આશા છે કે ભારતીય મહિલા ટીમ ફરી સફેદ જર્સીમાં જોવા મળશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2014 બાદ કોઈ ટેસ્ટ મેચ રમી નથી.' ભારતીય ટીમે પોતાની અંતિમ ટેસ્ટ 2014માં આફ્રિકા સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમે એક ઈનિંગથી જીત મળી હતી.
On the occasion of #InternationalWomensDay, I’m pleased to announce that #TeamIndia @BCCIWomen will play a one-off Test match against @ECB_cricket later this year. The women in blue will be donning the whites again 🙏🏻 🇮🇳
— Jay Shah (@JayShah) March 8, 2021
વર્તમાનમાં ભારતીય મહિલાઓ પોતાના ઘરમાં દક્ષિણ આફ્રિકા (Indian Women vs South Africa Women) વિરુદ્ધ 5 મેચોની વનડે સિરીઝ રમી રહી છે. વનડે ટીમની આગેવાની મિતાલી રાજ કરી રહી છે. વનડે બાદ ટીમ ઈન્ડિયા મહેમાન ટીમ વિરુદ્ધ 3 મેચોની ટી20 સિરીઝ રમશે જેની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં હશે.
આ પણ વાંચોઃ 6 મેચ...673 રન... 4 સદી, આઈપીએલ પહેલા શાનદાર ફોર્મમાં છે કોહલીની ટીમનો આ દમદાર ઓપનર
પ્રથમ વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું
લગભગ એક વર્ષ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાના હાથે પ્રથમ વનડેમાં 59 બોલ બાકી રહેતા 8 વિકેટે કારમો પરાજયનો સામનો કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે