Home> Sports
Advertisement
Prev
Next

થયો ખુલાસો! જસપ્રીત બુમરાહ ક્યારે અને કોની સાથે કરી રહ્યો છે લગ્ન?

ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) કોની સાથે અને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે તેની ગુત્થી હલ થઈ ગઈ છે. આ અંગે પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે કોઈ માહિતી આપી ન હતી.

થયો ખુલાસો! જસપ્રીત બુમરાહ ક્યારે અને કોની સાથે કરી રહ્યો છે લગ્ન?

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) કોની સાથે અને ક્યારે લગ્ન કરવા જઈ રહ્યો છે તેની ગુત્થી હલ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહએ ઇંગ્લેન્ડ (England) સામે અમદાવાદમાં (Ahmedabad) રમાયેલી શ્રેણીની ચોથી ટેસ્ટ (Test Match) પહેલા વ્યક્તિગત કારણો દર્શાવીને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ હવે સમાચાર સામે આવ્યા છે કે, તેણે લગ્નની (Marriage) તૈયારી માટે રજા લીધી હતી. પરંતુ તેઓ ક્યારે અને કોની સાથે લગ્ન કરી રહ્યા છે તે વિશે કોઈને માહિતી મળી નથી. આ અંગે પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ આ અંગે કોઈ માહિતી આપી ન હતી.

fallbacks

14-15 માર્ચના રોજ ગોવામાં થશે લગ્ન
પરંતુ હવે ગુપ્ત રીતે લગ્ન કરવા જઈ રરહેલા બુમરાહના (Jasprit Bumrah) લગ્નની તારીખ અને દુલ્હનનું નામ સામે આવ્યું છે. વિશ્વસનીય સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે, ગોવામાં 14-15 માર્ચના રોજ તે જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને મોડલ સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કરશે. લગ્નની (Marriage) તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના સંકટને કારણે ખુબ જ ઓછા લોકો સામેલ થશે. ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમના (IND vs ENG) ખેલાડી બાયો બબલમાં હોવાના કારણે લગ્નમાં ભાગ લઇ શકશે નહીં.

આ પણ વાંચો:- Photos: કોણ છે સંજના ગણેશન, જેના બુમરાહ સાથે લગ્નની થઈ રહી છે ખુબ જ ચર્ચા

બુમરાહની ઇંગ્લેન્ડ સામેની ટી -20 અને વનડે સિરીઝમાં રમવાની સંભાવના ઓછી છે. હવે તે સીધો 9 એપ્રિલથી શરૂ થઈને આઈપીએલ 2021 માં રમતો જોવા મળશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત પાંચ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી વચ્ચેની મેચથી થશે.

કોણ છે સંજના ગણેશન
28 વર્ષીય સંજના ગણેશન (Sanjana Ganesan) એક ક્રિકેટ એન્કર/ પ્રેઝેન્ટર છે. છેલ્લા કેટલાક સમયથી તે ઘણી ટૂર્નામેન્ટનો ભાગ રહી છે. ત્યારે આઇપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સ સાથે પણ જોડાયેલી છે. સંજના આઇસીસી વર્લ્ડ કપ 2019 થી લઇને ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ) સુધી હોસ્ટ કરી ચુકી છે. આ ઉપરાંત સંજના કોલકાતા નાઇટ રાઇડર્સની એન્કર પણ છે. સંજનાએ વર્ષ 2013 માં ફેમિના ગોર્ઝિયસ ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો:- આ ક્રિકેટરના પુત્રની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતા નજરે પડ્યા વિરાટ- અનુષ્કા, વાયરલ થઈ આ તસવીર

સંજનાએ એમટીવીના રિયાલિટી શો સ્પિલિટ્સ વિલાથી ટીવી પર પોતાનું ડેબ્યૂ કર્યું હતું. સંજનાએ પુણેની જાણીતી યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેણે મોડલિંગમાં હાથ અજમાવ્યો અને વર્ષ 2014 માં તે મિસ ઇન્ડિયા ફાઇનલ સુધી પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More