Mukesh Kumar First Child : ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા ફાસ્ટ બોલર મુકેશ કુમારના ઘરે કિલકારી ગુંજી છે. મુકેશની પત્ની દિવ્યા સિંહે પુત્રને જન્મ આપ્યો છે. ભારતીય ક્રિકેટરે પોતાના પુત્ર અને પત્ની સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ચાહકોને ખુશખબર આપી છે.
મુકેશ કુમારે સોશિયલ મીડિયા પર ખુશી શેર કરી
મુકેશ કુમારે સોશિયલ મીડિયા પર આ ખુશીની ક્ષણ તેના ચાહકો સાથે શેર કરી. પોતાની પોસ્ટમાં, તેણે પોતાના પુત્રના જન્મ વિશે માહિતી આપી અને આ નવા સભ્યનું તેમના પરિવારમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પોસ્ટ તરત જ વાયરલ થઈ ગઈ અને ક્રિકેટ સમુદાયના સભ્યો, ટીમના સભ્યો અને અસંખ્ય ચાહકોએ તેને અને દિવ્યાને અભિનંદન આપી કહ્યા છે.
“Together in love, now together in parenthood ,with our baby boy in our arms.”💕 pic.twitter.com/bw5gIDZyYP
— Mukesh Kumar (@ksmukku4) June 27, 2025
દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા
મુકેશ કુમાર અને દિવ્યા સિંહના લગ્ન 28 નવેમ્બર, 2023ના રોજ થયા હતા. મુકેશે લવ મેરેજ કર્યા હતા, જેણે બિહારના ગોપાલગંજ જિલ્લાના આ યુવાન ક્રિકેટરના જીવનમાં એક નવો અધ્યાય ઉમેર્યો. લગ્નના લગભગ દોઢ વર્ષ પછી, હવે આ નાના મહેમાનનું હાસ્ય તેમના ઘરમાં ગુંજી ઉઠ્યું છે, જેનાથી તેમની ખુશીમાં વધુ વધારો થયો છે.
ક્રિકેટ કારકિર્દીનો ગ્રાફ પણ વધી રહ્યો છે
મુકેશ કુમારે તાજેતરના સમયમાં ભારતીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે પોતાની ઝડપી બોલિંગ અને સચોટ લાઇન-લેન્થથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. મુકેશે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની છાપ છોડી છે અને સ્થાનિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર ઇન્ડિયા-એ ટીમનો પણ ભાગ હતો અને તેણે શાનદાર બોલિંગ કરી હતી, જે દર્શાવે છે કે તે ટૂંક સમયમાં સિનિયર ટીમમાં પાછો ફરી શકે છે. મુકેશે 3 ટેસ્ટ, 6 વનડે અને 17 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અનુક્રમે 7, 5 અને 20 વિકેટ લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે