દિગ્ગ્જ કાર નિર્માતા કંપની સુઝૂકીએ પોતાની લોકપ્રિય હેચબેક અલ્ટોના 2025 મોડલને લોન્ચ કરી દીધુ છે. ગ્રાહકોને નવી સુઝૂકી અલ્ટોમાં ડિઝાઈન તરીકે થોડા ઘણા ફેરફાર જોવા મળી શકે છે. અત્રે જણાવવાનું કે ગ્રાહકોને અપડેટેડ સુઝૂકી અલ્ટોમાં રિવાઈઝ્ડ ફ્રન્ટ સ્પોર્ટિંગ નવી ગ્રિલ અને રિફ્રેશ્ડ રાઉન્ડેડ પ્રોફાઈલ બંપર જોવા મળશે. સુઝૂકીએ જાપાનમાં 2025 અલ્ટોને 11,42,900 યેન એટલે કે લગભગ 6.76 લાખ રૂપિયાની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત પર લોન્ચ કરી છે. નવી અલ્ટો વિશે વિસ્તૃત માહિતી જાણો.
આટલી માઈલેજનો દાવો
જો પાવરટ્રેનની વાત કરીએ તો નવી સુઝૂકી અલ્ટોમાં ગ્રાહકોને 660cc ના 3 સિલિન્ડર નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ અને માલ્ડ હાઈબ્રિડ એન્જિનનું ઓપ્શન મળે છે. કંપનીનો દાવો છે કે 2025 સુઝૂકી અલ્ટો હાઈબ્રિડમાં ગ્રાહકોને હવે 28.2 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ મળશે જે જૂના મોડલમાં 27.6 કિલોમીટર પ્રતિ લીટર હતી. એટલે કે હવે સુઝૂકી અલ્ટો જાપાનમાં મિની કાર સેગમેન્ટમાં સૌથી વધુ ફ્યૂલ એફિશિયન્ટ હાઈબ્રિડ મોડલ બની ગઈ છે.
કારના ફીચર્સ
બીજી બાજુ ફીચર્સની વાત કરીએ તો ગ્રાહકોને સુઝૂકી અલ્ટોમાં 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. જ્યારે સેફ્ટી માટે કારમાં ADAS ટેક્નોલોજી સાથે ડ્યુઅલ સેન્સર બ્રેક સપોર્ટ પણ અપાયો છે. જો કે ભારતનું મારુતિ સુઝૂકી અલ્ટો વર્ઝન સંપૂર્ણ રીતે અલગ છે. ઈન્ડિયન અલ્ટોમાં ગ્રાહકોને 1.0 લીટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે. જે 33 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે