Home> Sports
Advertisement
Prev
Next

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો! જેનાથી બોલરો થર થર કાંપતા હતા એ ધાકડ ખેલાડી 'ગબ્બર'એ જાહેર કરી નિવૃત્તિ

એક સમયે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરના મજબૂત સ્તંભ હતા પરંતુ સમયની સાથે કહાની બદલાઈ ગઈ. તેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે પોતાનું યોગદાન આપ્યું છે. 

ટીમ ઈન્ડિયાને મોટો ફટકો! જેનાથી બોલરો થર થર કાંપતા હતા એ ધાકડ ખેલાડી 'ગબ્બર'એ જાહેર કરી નિવૃત્તિ

ટીમ ઈન્ડિયાના ધાકડ ઓપનર શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી છે. શિખર ધવન એક સમયે ભારતીય ટીમના બેટિંગ ઓર્ડરના મજબૂત સ્તંભ હતા પરંતુ સમયની સાથે કહાની બદલાઈ ગઈ. તેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારત માટે પોતાનું યોગદાન આપ્યું છે. એક સમયે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી ગણાતા શિખર ધવન ક્રિકેટ ચ ચાહકોની દુનિયામાં ગબ્બરના હુલામણા નામથી જાણીતા છે. 

fallbacks

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ
શિખર ધવને ટીમ ઈન્ડિયા માટે 34 ટેસ્ટ મેચમાં 2315 રન, 167 વનડે મેચોમાં 6793 રન કર્યા અને 68 ટી 20 મેચોમાં 1759 રન બનાવ્યા છે. તેઓ છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર જોવા મળ્યા છે. શિખર ધવને વર્ષ 2018થી કોઈ ટેસ્ટ મેચ રમી નથી. 

રોહિત સાથે જબરદસ્ત જોડી
2013 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલીવાર મેજિકલ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ રોહિત શર્મા અને શિખર ધવનને ઓપનિંગ કરવા માટે મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારથી આ બંને બેટ્સમેન ભારતીય બેટિંગનો પાયો બની ગયા હતા. બંનેએ મળીને ટોપ ઓર્ડરમાં રનનો ઢગલો કર્યો હતો. રોહિત સાથે ધવને દુનિયાના દરેક મેદાનમાં રન કર્યા હતા. મોટા મોટા બોલરો તેમની  બેટિંગ જોઈને મોંઢામાં આંગળા નાખી જતા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More